કાવ્યા અને પ્રતિક એકબીજાના નાનપણનાં પાકા મિત્રો બંનેના પરિવાર પણ એકબીજાને ખાસ નજીકથી ઓળખે અને એમ કહેવું ખોટું નથી કે આ પારિવારિક મિત્રતા પેઢીઓથી ચાલી આવી છે. અને હવે તો મિત્રતા એક બીજુ નામ પણ મળ્યું છે. જેમાં કાવ્યા અને પ્રતિક એકબીજાનાં મિત્રો જ નહિં પરંતુ જીવનભરનાં હમસફર બન્યા છે. બંનેના લગ્નને સુખ‚પ બે વર્ષ પણ પૂર્ણ થવા આવ્યા છે. જેમાં અનેક ચઢાવ ઉતાર આવવા છતાં બંને એકબીજાની સાથે જ પડછાયાની જેમ રહ્યાં છે.
પરંતુ આજે કાવ્યા કંઇક ઉદાસ જણાતી હતી. પ્રતિક અને કાવ્યા આજે હોસ્પિટલ ચેકઅપ માટે ગયા હતા. લગ્નનાં બે વર્ષ વિતવા છતા કાવ્યા હજુ માં બનવાનું સુખ પામી નહોતી. બે વર્ષ એટલે કંઇ લાંબો સમય ના કહેવાય પરંતુ છતા પણ કાવ્યાને એ વાતનો વસવસો હતો. પ્રતિક જ્યારે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે કાવ્યા ઘરે જ ઉદાસ બેઠી હતી. સામાન્ય સંજોગોમાં એ સમયે કાવ્યા તેની ઓફિસે હોય છે પરંતુ કાવ્યાને ઘરે જોઇને અને આ રીતે ઉદાસ જોઇને પ્રતિક પણ જરા દુ:ખી થયો હતો. પરંતુ તેને કાવ્યાના ચહેરા પર ખુશી લાવવી હતી અને એટલે જ તેને પોતાના પ્રેમને વધુ ગાઢ બનાવવાનો નિર્શ્ર્ચય કર્યો. પતિ-પત્નીના સંબંધોમાં લાગણી, પ્રેમ અને સેક્સ એ ત્રણેયનો સંગમ એટલે સુખી દાંપત્યજીવન એ વિચાર કરીને જ પ્રતિકે એક રસ્તો અપનાવ્યો જેમાં બંનેના સંબંધોમાં સુખ તો હતું જ પરંતુ બંનેના જીવનમાં જે ઉદાસીની લહેર આવી હતી તેને દૂર કરવા પ્રતિક તત્પરતા દાખવતા કાવ્યા સાથેનાં પતિ તરીકેના વ્યવહારને વધુ મજબૂત કર્યો હતો, જેમાં કાવ્યાનાં વિચારોને બીજી દિશા તરફ લઇ જવા પ્રતિક તેની સામે ઉભો રહ્યો અને કાવ્યાની આંખમાં આંખ પરોવી તેને એક ટાઇટ હગ એટલે કે કાવ્યા શ્ર્વાસ પણ ન લઇ શકે તેવું ગાઢ આલિંગન આપ્યું અને કાવ્યા બોલતી રહી કે પ્રતિક આ શું કરે છે. અને હજુ એટલું માંડ માંડ બોલતી રહી અને પોતાને પ્રતિકનાં બાહુપાશમાંથી છોડાવવાની કોશિષ કરતી હતી ત્યાં તો પ્રતિકે તેને પોતાના હોઠમાં તેનાં હોઠને જાણે સીવી લીધા હોય તેમ પ્રગાઢ ચુંબન કર્યુ. અને પછી તો કાવ્યા તેની ઉદાસીને જાણે ભૂલી ગઇ અને પ્રતિક કાવ્યા ફરી એકબીજાના પ્રેમમાં ઓસરી ગયા….
પ્રેમ તો હોય જ છે પરંતુ પ્રેમને ક્યારેક દર્શાવવો પણ પડે છે. જેના માટે ખાસ પ્રકારની કામક્રીડા હોય છે જે સંબંધોને વધુ મજબૂત અને ફરી ફરીને પ્રેમ કરવા આતુર કરે છે અને એવી જ ક્રીડાઓ એટલે…..
– ચુંબન….
ચુંબન એક એવી ક્રીયા છે જે તમને તમારા સાથી સાથે વારંવાર પ્રેમ કરવા પ્રેરણા આપે છે. પરંતુ એવું બને કે તમે ચુંબનને એટલું મહત્વ નહીં આપતા હોવ, ખરેખર તો પ્રેમનો એક અહેસાસ એટલે ચુંબન…..
– મીશનરી પોઝીશન…..
એ મહત્વનું નથી કે તમે સંભોગ દરમિયાન કેવી કેવી પ્રકારની પરિસ્થિતિઓ અપનાવી છે પરંતુ મિશનરી પોઝીશન એક માત્ર એવી પોઝીશન છે સેક્સની જે રોમાંટીક છે. આ પોઝીશનમાં તમે તમારા સાથીના ચહેરાને સ્પષ્ટ નિહાળી શકો છો, અને આ પોઝીશનમાં બને એટલુ શરીર એકબીજાથી નજીક હોય છે. તેનો પ્લસ પોઇન્ટ એ પણ છે કે તમે બંને એકબીજાને ચુંબન પણ કરી શકો છો જેનાથી તમારો પ્રેમ પણ દર્શાય છે.
– મીશનરી પોઝીશન…..
એ મહત્વનું નથી કે તમે સંભોગ દરમિયાન કેવી કેવી પ્રકારની પરિસ્થિતિઓ અપનાવી છે પરંતુ મિશનરી પોઝીશન એક માત્ર એવી પોઝીશન છે સેક્સની જે રોમાંટીક છે. આ પોઝીશનમાં તમે તમારા સાથીના ચહેરાને સ્પષ્ટ નિહાળી શકો છો, અને આ પોઝીશનમાં બને એટલું શરીર એકબીજાથી નજીક હોય છે. તેનો પ્લસ પોઇન્ટ એ પણ છે કે તમે બંને એકબીજાને ચુંબન પણ કરી શકો છો જેનાથી તમારે પ્રેમ પણ દર્શાય છે.
– સાઇડ બાઇ સાઇડ પોઝીશન….
મીશનરી પોઝીશનમાં જ્યારે એક પાર્ટનરનું પ્રભુત્વ વધી જાય છે. તેવા સમયે સાઇડ બાય સાઇડ પોઝીશન શ્રેષ્ઠ વિકલ્પ છે. અને મુદ્ાની વાત તો એ છે કે મીશનરી પોઝીશનમાં પરાકાષ્ઠાનો જે આનંદ અને ઉત્તેજના મળે છે તે દરેક પ્રકારની સુવિધા આ સાઇડ બાય સાઇડ પોઝીશનમાં પણ કરી શકાય છે.
– આલિંગન / હગ…..
આખો દિવસ ગધેડાની જેમ કામ કર્યા બાદ થાકેલાં ઘરે આવ્યા હોય ત્યારે જો કોઇ પ્રેમથી તમને આલિંગ અથવા હગ કરે તો જાણે આખા દિવસનો થાક તેમાં ઓગળી જાય છે અને ફરી તાજગીનો અહેસાસ થાય છે.
– આંખથી આંખનો પ્રેમ…..
પ્રેમનો દર્પણ એટલે તમારા સાથીની આંખ, “આંખથી આંખ મળી અને પ્રેમ થઇ ગયો…. આ પંક્તિ ખરેખર સાચી જ છે. જ્યારે પણ એવું અનુભવ થાય કે બંને સાથીની વચ્ચે દૂરી આવી છે. ત્યારે એકબીજાની આંખમાં આંખ પરોવી ખાલી જોવા માત્રથી એકબીજા પ્રત્યેનાં પ્રેમની અનુભૂતિ થઇ જાય છે.
– નિર્વસ્ત્ર થઇ એકબીજાની હુંફ મેળવો….
પ્રેમની, હુંફની એકબીજાના સાથનો અહેસાસ થવો એ ખૂબ જરુરી છે. જીવનમાં બંને સાથી અનેકવાર સમાગમ કરતાં હશો, પરંતુ એકબીજાનાં એટલાં નજીક આવો કે જ્યાં કપડાનું આવરણ પણ ન રહે. અને એટલાં માટે જ જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે બંને નિર્વસ્ત્ર અવસ્થામાં રહી એકબીજાની નજીક આવો.
આ રીતે માત્ર સેક્સ જ નહિં પરંતુ એવી કેટલીક પ્રવૃતિઓ છે જેને કરવાથી દાંપત્યજીવનમાં અને એકબીજાને ફરી ફરીને પ્રેમ કરવાની ઇચ્છા થઇ આવે છે.