Navratri 2024: ભારતમાં નવરાત્રી ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિ ગુરુવાર, 3 ઓક્ટોબર 2024થી શરૂ થશે અને 12 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ 9 દિવસીય તહેવાર દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાને સમર્પિત છે. આ નવરાત્રી એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે ‘નવ રાત’. એક વર્ષમાં કુલ 4 નવરાત્રીઓ આવે છે. જેમાંથી બે નવરાત્રી એટલે કે ચૈત્ર નવરાત્રી અને શરદ નવરાત્રી મોટા પાયે ઉજવવામાં આવે છે. શરદ નવરાત્રિમાં, ચૈત્ર નવરાત્રિની જેમ સમાન ધાર્મિક રિવાજોનું પાલન કરવામાં આવે છે. તેમજ નવરાત્રિ દરમિયાન માતા ભગવતીની પૂજાનું વિશેષ મહત્વ છે. તેમજ એવું માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં જે ભક્તો સાચી ભક્તિથી માતાની પૂજા કરે છે, તેમની તમામ મનોકામનાઓ માતા શક્તિ પૂર્ણ કરે છે.

માતા દુર્ગા, માતા અંબે, માતા જગદંબા વગેરે એક જ નામો છે. માતાજીના 9 દિવસ સુધી ઉજવાતી નવરાત્રી પર્વે જાણો માતા દુર્ગાનાં 9 સ્વરૂપો વિશે. આ 9 દિવસ દરમિયાન માતાજીના ચોકમાં કયા રંગના વસ્ત્રો પહેરી ગરબે ઘૂમવામાં આવે છે, તેમજ માતાની પૂજા કરવામાં આવે છે.

શૈલપુત્રી

શેલપુત્રી

પહેલા દિવસે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા થાય છે.  માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે કારણ કે એમાં પિતા પર્વતરાજ હિમાલય છે. ગૌરવર્ણ વાળી માતા શૈલપુત્રી બળદ પર સવાર થાય છે. તેઓના એક હાથમાં ત્રિશુળ તો બીજા હાથમાં ફૂલ હોય છે.

બ્રહ્મચારિણી

બ્રહ્મચારિણી

માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. માં દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ પ્રદાન કરનારું છે. તેમની આરાધનાથી તપ, ત્યાગ, નૈતિકતા અને સંયમની ભાવનાઓ જાગૃત થાય છે.

ચંદ્રઘંટા

ચંદ્રમાતા

માં દુર્ગાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. તેમજ બહાદુરીના ગુણો વધે છે. આ સાથે અવાજમાં દિવ્ય અલૌકિક મધુરતાનો સમાવેશ થાય છે અને આકર્ષણ વધે છે.

કુષ્માંડા

Maa Kushmanda

ચતુર્થીના દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ તમામ રોગો અને દુઃખોથી મુક્તિ મળે છે. સાથે જ આયુષ્ય અને કીર્તિમાં વધારો થાય છે.

સ્કંદમાતા

sakndmata

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાની પૂજાનો દિવસ છે. જે માતા મોક્ષના દ્વાર ખોલે છે તે પરમ સુખ છે. તેમજ માતા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

કાત્યાયની

maa katyayani

માતાનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. કાત્યાયની માતાજીની પૂજા કરવાથી અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ કાત્યાયની સાધકને શત્રુઓનો નાશ કરવા સક્ષમ બનાવે છે. આ ઉપરાંત સાંજના સમયે કાત્યાય માતાજીનું ધ્યાન કરવું જોઈએ.

કાલરાત્રી

kal ratri

નવરાત્રિના સપ્તમીના દિવસે માં કાલી રાત્રીની પૂજા કરવાની પરંપરા છે. તેમજ તેમની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે.

મહાગૌરી

maa mahagauri

દેવીનું આઠમું સ્વરૂપ માં ગૌરી છે. અષ્ટમીના દિવસે તેમની પૂજા કરવાની પરંપરા છે. તેમજ આખી દુનિયા તેની પૂજા કરે છે. આ દરમિયાન મહાગૌરીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ચહેરાની ચમક વધે છે. આ સાથે જ સુખમાં વધારો થાય છે અને દુશ્મનનો નાશ થાય છે.

સિદ્ધિદાત્રી

sidhi

નવરાત્રિના નવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની ઉપાસના કરવાથી વ્યક્તિ અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, કીર્તિ, ઈશિત્વ, સત્યવાવસનમય, દૂર શ્રવણ, અન્ય લોકોમાં પ્રવેશ, વાણી સિદ્ધિ, અમરત્વ, ભાવનાત્મક સિદ્ધિ વગેરે જેવી તમામ સંપત્તિઓ પ્રાપ્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.