• દાહોદના સિંઘવડ ગામમાં
  • ભાજપનો ખેસ પહેરો એટલે ગુના કરવાનો પરવાનો મળી જાય? કોંગ્રેસનો સવાલ

સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે? તેવો વેધક પ્રશ્ર્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભિર પગલાં ભરવાનો સમય પાકી ગયો છે.

દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગત ને શર્મસાર કરે તેવી ઘટના છે. દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણી ની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવા ને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકાર ઉપર સવાલ ઉપાડતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના સિંઘવડમાં 6 વર્ષની દીકરી ની જે રીતે કરપીણ હત્યા થઈ છે તે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેમ છે. દીકરી ને હત્યા કરનાર તેની શાળા ના આચાર્ય હતા. નરાધમ આચાર્ય ગોવિંદ નટ્ટ રાજકીય વ્યક્તિ છે. ગોવિંદ નટ્ટ ના કેટલાક ફોટો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગોવિંદ નટ્ટ ના સંઘ ના ગણવેશ માં શિબિર માં ભાગ લેતા ફોટો જોવા મળ્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ ની શિબિર માં ભાગ લેતા જોવા મળે છે નરાધમ. ગુજરાત ના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જોડે આ વ્યક્તિ સાથેની બેઠકનો ફોટો છે. શું સંઘ અને વીએચપી આ પ્રકાર ના લોકો માટે કોઈ વિરોધ દર્શાવશે ? શું ભાજપ ના બનાવટી લોકો, દાહોદ ની દીકરી માટે કેન્ડલ માર્ચ કાઢસે ખરા? પાટણ ના બળાત્કાર ની ઘટના માં ભાજપ યુવા મોરચા નો પદાધિકારી પકડાય, રાજકોટ ના આટકોટ માં વિદ્યાર્થિની જોડે બનેલ દુષ્કર્મ માં ભાજપ ના પદાધિકારી નું નામ આવે. આ ઘટનાઓ દર્શાવે છે કે ભાજપ નો ખેસ પેહરો એટલે ગુનો કરવાનો પરવાનો મળે તેવું લાગે છે. જે દાહોદ ના વિકૃત આચાર્ય ગોવિંદ નટ્ટ જોડે જે પૂર્વ મંત્રી નો ફોટો છે તેનાં ઉપર દુષ્કર્મ ની ફરિયાદ ભૂતકાળ માં થયેલ છે. ગુજરાત રાજ્ય માં દીકરીઓ  ભાજપ ના કુશાશન માં સુરક્ષિત નથી તે આ કિસ્સાઓ થી સ્પષ્ટ થાય છે. રાજ્ય માં બનેલ ઘટનાઓ એ શિક્ષણજગત ને શરમસાર કરી છે અને વાલીઓ ને ચિંતા માં મૂકી દીધા છે કે ભરોસો મૂકવો કોની ઉપર? નરાધમ આચાર્યના નામે ત્રણ થી વધુ ફેસબુક એકાઉન્ટ દેખાય છે. તે એકાઉન્ટમાંથી 2015-16 પછીના ઘણાંના કોઈપણ ફોટા દેખાતા નથી. શું કેટલાક ભાજપ આગેવાનોના ફોટા હશે ? જેને ડીલીટ કરવામાં આવ્યાં છે તેવો સંદેહ છે. રાજકીય વગ ધરાવનાર નરાધામ આચાર્યને બચાવવાનો કોઈપણ હિન પ્રયાસ થાય તેવી ચિંતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.