• પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કરાયું આયોજન

કચ્છ: પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ હોલમાં રાખવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનો, નાગરિકો, વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે ત્યાં હાજર લોકો દ્વારા ચોસઠ બજારમાં આવેલ સાંઈબાબા મંદિર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધુ હોવાથી લોકોને હલકી ભોગવવી પડતી હોવાની સમસ્યા રજુ કરી હતી. તેમજ આ ઉપરાંત રખડતા ઢોરો રસ્તાની વચ્ચે અડિંગો જમાવી બેસતા હોવાથી ટ્રાફિકજામ સાથે અકસ્માતોના બનાવો પણ વધ્યા હોવાનું જણાવ્યું હતું. જે થી તેને અટકાવવાની કમ્ગીએરી કરવાની ત્યારે આ અકસ્માતોથી ઘણીવાર રાહદારીઓને અકસ્માત થતાં મૃત્યુને ભેટવાનો પણ વારો આવતો હોય છે એવી પણ રજૂઆતો સામે આવી હતી.
આ સાથે ત્યાં રજુ થયેલા પ્રશ્નોની આદિપુર PI ડી.જી પટેલે નોંધ લીધી હતી. લોકોના તમામ પ્રશ્નો સાંભળી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસવડા સાગર બાગમારે હૈયાધારણા આપી હતી. તેમજ અંતમાં પોલીસવડા સાગર બાગમારે સાયબર ફ્રોડ વિશે જનજાગૃતિનો સંદેશો આપતા જણાવ્યું કે,આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે તેમ જણાવી લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી આપી હતી.
ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.