Gandhidham : છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ સરકારી હોસ્પિટલ રામબાગમાં  આરોગ્યની અસુવિધાને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અનુસંધાને  બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો.

123 1

આ ધરણા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેટલાક મુદ્દાઓને લઈને હતો. જેમ કે ઈમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામા આવે, ડોક્ટરો સમય સર આવે, હોસ્પિટલમા સકયુરીટી ગાર્ડ વધારીને 10 કરવામા આવે, હોસ્પિટલના સુપ્રીટેન્ટની તાત્કાલિક ધોરણે બદલી કરવામા આવે ,બધી દવાઓ હોસ્પિટલમાથી આપવામા આવે, જે ડોક્ટરો પોતાના પ્રાઈવેટ હોસ્પિટલ ખોલી બેઠા છે અને રામબાગ હોસ્પિટલમા સારવાર આપે એ તમામ ડોક્ટર અહી રામબાગ હોસ્પિટલમા પુરતુ ધ્યાન આપે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ બંધ પડી છે તે તાત્કાલિક અસરથી ચાલુ કરવામા આવે. તેમજ શરૂઆતમાં પોલીસ દ્વારા લખનને પોલીસ સ્ટેશન લઈ જવાતા મામલો થોડોક ઉગ્ર બન્યો હતો. પરંતુ ત્યારબાદ મામલો થાળે પડી ગયો હતો.

આજના ધરણા કાર્યક્રમમાં બહુજન આર્મીના લખન ધુવા,આદિવાસી સમાજના પ્રમુખ ઈશ્વર રાણા,સામાજીક કાર્યકર અજીતસિંહ સોઢા,કોલી ઠાકોર સમાજના નવીન કોલી, બહુજન આર્મી પ્રમુખ મંગલ,વાલજી,નવીન જોડાયા હતા આ સાથે  400 જેટલા મહિલાઓ અને પુરુષો પણ જોડાયા હતા.

ભારતી માખીજાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.