આઝાદીના સમયથી ચાલતી સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કુલમાં તા.૫ જાન્યુ.ના રોજ “ફયુઝન ફિયેસ્ટા-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઐતિહાસિક ઝલક, સાયન્સફેર, ગણિત ગમ્મત, લેંગ્વેજ કોર્નર, કોમર્સ, બેક ટૂ નેચર, વેસ્ટમાંથી બેસ્ટ, સાયન્સ રંગોલી વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમાં અલભ્ય વસ્તુઓ જેવી કે વિશાળકાય શંક દરિયાવનનું કમંડળ, સોના-ચાંદીના તારવાળા વસ્ત્રો, બસરાઈ મોતીનાં ઘરેણાં, ૧૭મી સદીથી ૨૧મી સદી સુધીનું ચલણ, પ્રાચીન સિક્કાઓ, ટીકીટ સંગ્રહ, હિરામાણેક, નિલમ, પોખરાજ જેવા કિંમતી રત્નો, ગાંધીજીની ઘડિયાળ, સાચા હિરાજડીત આભૂષણો વગેરેનું પ્રદર્શન યોજી એક અનોખો ઈતિહાસ નજરે પડયો હતો. ઉપરાંત કોમર્સ કોર્નરમાં એટીએમ, જીએસટી, ઈ-બેકિંગ વગેરેના મોડલ અને લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાની આવડત અને સૂઝની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી પોતાની કલાને પ્રદર્શિત કરી હતી.
આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય જયશ્રીબેન વોરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફની જહેમતથી વિદ્યાર્થીનીઓએ અદ્ભૂત અને આકર્ષિત બનાવ્યો હતો અને દરેક વિભાગમાં ઘણુ અવનવું પ્રદર્શીત કરવાનો પુરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમ કે લેંગ્વેજ કોર્નરમાં માત્ર ભારત જ નહીં પરંતુ દેશ-દુનિયામાં બોલાતી અલગ અલગ ભાષાઓની જાણકારી વેસ્ટમાંથી બેસ્ટમાં વિદ્યાર્થીઓએ પર્સ, બેન્ગલ્સ, ગૃહ સુશોભનમાં વધારો કરતી અવનવી વસ્તુઓ વગેરે જેવી કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જયશ્રીબેન વોરા પ્રિન્સીપાલે ‘અબતક’ને જણાવ્યું કે નેટ ઉપરાંત સર્ચ કરી બાળકોએ કાગળમાંથી એટીએમ બનાવ્યું છે. સિક્કાના એટીએમ નોટના એટીમ તથા જેમ્સ ચોકલેટ આવે છે. એટીએમની સ્વીચ દબાવે તો જેમ્સની ગોળી બહાર આવે એના દ્વારા એ કંઈક નવું સીખે દરીયાઈ વનસ્પતિમાંથી બનાવેલ કમંડળ છે. મોટા કદના સંખ છીપમાં મોતી તૈયાર થતા હોય એ મોતી છે. એના ઓર્નામેન્ટ પણ છે. ૧૭મી સદીથી અત્યાર સુધીનું બધું ચલણ જેમાં સિક્કા માટે નોટ ઈન્ડિયન કરન્સી છે. સાથે વિદેશી ચલણ પણ અહીં પ્રદશર્નમાં રાખેલ છે. ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રદર્શન પણ છે કે અત્યારે કેમિકલનો પુષ્કળ ઉપયોગ વધી ગયો છે એ ઘટે અને લોકો કુદરત તરફ પાછા વળે એના માટે મેસેજ આપતું બફફેક ટુ નેચર અને ગ્રામ્ય ભારતીય સંસ્કૃતિથી પરિચીત થાય તે માટે પ્રદર્શન રાખેલ છે.
છાત્રા સોનાલી પાલીયાએ કહ્યું હું ધોરણ ૧૦માં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં ફયુઝન ફીએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધા સેકસન છે. જેમાં ગણિત ગમ્મત, ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ, કોમર્સ વિભાગ વગેરે વિભાગો પાડવામાં આવ્યા છે અને અમારી શાળામાં દર વર્ષે સાયન્સ ફેરનું આયોજન આવી જ રીતે કરવામાં આવે છે. જેમાં અમે બધા ખૂબ ઉત્સાહથી ભાગ લઈએ છીએ. પ્રાચીન સંસ્કૃતિમાં અમે આખું ગામડું ઉભુ કર્યું છે અને નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાચીન મહાન ઋષી યાજ્ઞવલ્કે અને ગાર્ગી વચ્ચેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ યાજ્ઞવલ્કે અને મૈત્રી વચ્ચેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. છાત્રા અગ્રાવત પ્રિયાન્સીએ કહ્યું કે આજે હું તમને ભારતની વિશેષતા જણાવવાની છું. આજે ખેતી પ્રધાન દેશ વિશાળ થઈ રહ્યો છે. આપણા ભારતદેશની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. અહીં ઘંટીના નાદ અને સાંજે મંદિરની આરતી પછીનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી જ તો કહેવાય છે ધૂળ ઢેફાને પાણા જયાં ભીતે ભીતે હોય છાણા વખત વખતના ગાણા તોય રૂડા આ ગામડાના માણા.