• 2 લાખ ચોરસફુટના વિશાળ ગ્રાઉન્ડમાં અદ્ભૂત સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ગરબે ધુમશે: ખેલૈયા પર લાખેણા ઈનામોનો થશે વરસાદ
  • જૈન વિઝન અને વિશ્ર્વ વણિક સામાજીક સંગઠન આયોજીત

નવલી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન દ્વારા આયોજિત સોનમ નવનાત વણિક ગરબા-2024માં સહભાગી થવા માટે શહેરનું યુવાયન થનગની રહ્યું છે. નવનાત વણિક સમાજના ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોકડી સુંદર મજાના 2 લાખ ચોરસફૂટના કારપેટિંગ લેયર સાથેના મેદાનમાં તા. 3 ઓકટોબરથી 12 ઓકટોબર સુધી નવરાત્રી ઉજવાશે.

આ વખતે ખેલૈયાઓની માંગને ધ્યાનમાં રાખીને ગરબા અને બોલીવુડ સિંગર અશ્વિની મહેતા, ગરબા કિંગ ઓફ ગુજરાત અતાભાઈ અને 1 ફોક સિંગર તુષાર ત્રિવેદી, મ્યુઝીક એરેન્જર રાજુ ત્રિવેદી, રીધમ કિંગ મહેશ ઢાંકેચા, એન્કર કમ સિંગર ગાર્ગી નિમ્બાર્ક, ગીટારીસ્ટ હિતેશ મહેતા અને ફોક સિંગર તુષાર ત્રિવેદી વગેરે ધૂમ મથાવશે. આર્ટીસ્ટનું મેનેજમેન્ટ જીલ એન્ટરપ્રાઈઝનાં તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

જૈન વિઝન અને વિશ્વવણીક સામાજિક સંગઠનના સહનભાઈ ધ્રુવ જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ક્યારેય ન થયા હોય તેવા ગરબા યોજવાની તૈયારી ચાલી રહી છે. ખેલૈયાઓ અને રાજકોટના નવનાત જૈન અને વણિક પરિવારો જાણે જ છે આ એક માત્ર આયોજન એવું છે કે જ્યાં સંપૂર્ણ પારિવારિક માહોલમાં નવરાત્રી ઉજવાય છે અને બહેનો નિર્ભીક બનીને ગરબે રમે છે. આ નવરાત્રી મહોત્સવમાં બહેનોને વિનામૂલ્યે રમવા દેવામાં આવે છે.

આ નવરાત્રી મહોત્સવના અનેક આકર્ષણો છે. ખાસ કરીને 100000 વોટ ની અદભૂત સાઉન્ડ સિસ્ટમ.થ્રિ-લેયર સિક્યુરિટી, વિશાળ ફ્રી પાર્કિંગ, એલઇડી ઉપર પ્રસારણ, રોજેરોજ અને ફાઇનલના દિવસે સ્કુટર બાઈક માઇકલ ગોલ્ડ જવેલરી,ટીવી, એસી. વોશિંગ મશીન, મોબાઇલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઈનામો, જૈન ફૂડ કોર્ટ અને સંપૂર્ણપણે પારિવારિક માહોલનો અનુભવ થશે.

આ નવરાત્રી મહોત્સવની સફળતા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી ઉપરાંત ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, સુનીલ કોઠારી, હેમલ મહેતા, તુષાર પતીરા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, નરેશ મહેતા, વિપુલ મહેતા તથા વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં મુકેશ ધોળકિયા ભાગ્યેશ વોરા, અતુલ કોઠારી, જયેશ ધ્રુવ, અરવિંદ પાટડિયા, ભાયાભાઈ સાહોલીયા, નીતિન માંડલિયા, રાજુભાઈ ધારૈયા અને વિશ્વાસ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

મધ્યસ્થ કાર્યાલયની વ્યવસ્થા નીલ મહેતા, નીરવ મહેતા, જય મહેતા, ભરત વખારિયા, આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, કેતન સંધવી, વિશાલ મહેતા, દીપ રામાણી, હિતેશ દેસાઈ, અનીલ ઝાટકીયા, મોનીલ શાહ, મનીષાબેન શેઠ, મીનાબેન શાહ, કાજલબેન દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સંગઠનના સી એમ શેઠે સંયુક્ત જણાવ્યા અનુસાર, જૈન વિઝન સાથે વરસોથી રાસે રમતા ખેલૈયાની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ વખતે 150 ફૂટ રીંગ રોડ ઉપર સિક્રેટ કિચનની સામે આર કે વલ્ડ ટાવરની બાજુમાં શીતલ પાર્ક ચોકડીથી આગળ અયોધ્યા ચોકડીની પાસે સુંદર મજાના મેદાનમાં તા. 3 ઓકટોબરથી 12 ઓકટોબર સુધી નવરાત્રી ઉજવાશે. તેમણે મોટી સંખ્યામાં યુવા ધનને આ નવરાત્રી મહોત્સવમાં જોડાવા આહવાન કર્યું છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે, કેતનભાઈ મેકવણી, અશ્ર્વીનભાઈ પટેલ, રાજીવભાઈ ઘેલાણી, રાજુભાઈ લોઢીયા, દિપકભાઈ તેમજ અતુલભાઈ કોઠારી ધવલભાઈ મહેતા, રોહનભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

સોનમ નવનાત વણિક નવરાત્રિ મહોત્સવ માટે વિવિધ સ્થળ પર ફોર્મ વિતરણ

સોનમ નવનાત વણિક નવરાત્રી મહીત્સવના ફોર્મનું વિતરણ મધ્યસ્થ કાર્યાલય દશા સોરઠીયા વશ્વિક બોર્ડિંગ, રવિ પ્રકાશન બાજુમાં    બાજુમાં યાજ્ઞિક રોડ ઉપરાંત જયેશભાઈ ધ્રુવ ધરતી હોન્ડાની સામે માલવીયા વાડી ગોંડલ રોડ, જેડીઝ આઇ કેર અમીન માર્ગ નુતન નગર પાસે, મહાવીર સિલેક્શન 2- કુદરત કોમ્પ્લેક્સ ગંગોત્રી ડેરી વાળી શેરી સાધુવાસવાણી રોડ, મેસવાણી લેબોરેટરી મંગલમ બિલ્ડીંગ 25 ન્યુ જાગનાથ એસ્ટ્રોન ચોક, મોનજીનીસ કેક શોપ કાલાવડ રોડ કોટેચા ચોક પાસે, પ્રફુલ એન્ડ બ્રધર જૈન ઉપાશ્રયની બાજુમાં કોઠારીયા નાકા, પ્રદીપભાઈ રામાણી એ-6 ટાગોર એપાર્ટમેન્ટ ટાગોર રોડ, રેમન્ડ શોરૂમ નક્ષત્ર હાઈટ્સ ગ્રાઉન્ડ ફ્લોર રૈયા ટેલિફોન એકસચેન્જ સામે, અરિહંત શરાફી સહકારી મંડળી 204 અરિહંત બિઝનેસ સેન્ટર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે કેનાલ રોડ, પાર્શ્વ ડેવલોપર્સ નવું કોસ્મો કોમ્પ્લેકસ મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે, ટી પોસ્ટ રૈયા રોડ નાગરિક બેંકની બાજુમાં, જૈન સારીઝ દિવાનપરા મેઇન રોડ, શ્રીજી ઇલેકટ્રો વિઝન મનીષ કોમ્પલેક્ષ અક્ષરમાર્ગ ચિત્રકૂટ ધામ પાસે, ભારત ઓટો નીલકંઠ ટોકીઝ પાસે સોરઠીયાવાડી સર્કલ અને જ્યોત એમ્પોરિયમ તાજા વાલા સુપર માર્કેટ લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસેથી થઈ રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.