- ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું: રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઑફ ધ મેચ બન્યો
ભારતીય ક્રિકેટ ટીમે રવિચંદ્રન અશ્વિનની 6 વિકેટની મદદથી ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંતની સદી, શુભમન ગિલની સદી ઉપરાંત પ્રથમ દાવમાં રવિન્દ્ર જાડેજાની અમૂલ્ય અડધી સદીએ ભારતને મેચમાં આગળ રાખ્યું હતું. આ સાથે, ટીમે 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. બાંગ્લાદેશ સામેની સીરીઝની શરૂઆત પહેલા જ રોહિત શર્મા એન્ડ કંપની પોઈન્ટ લિસ્ટમાં ટોપ પર હતા, જીત મેળવીને ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ભારતીય ટીમે વર્તમાન ટેસ્ટ ચેમ્પિયનશિપ વર્તુળમાં તેની 10મી મેચ રમી અને તેની 7મી મેચ જીતી. ચેન્નાઈ ટેસ્ટની જીત બાદ ભારત 86 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને જીતનો દર 71.67% છે. ચેન્નાઈ ટેસ્ટ હાર્યા બાદ, બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં ઘણું પાછળ રહી ગયું. બાંગ્લાદેશ 280 રનના વિશાળ માર્જિનથી હારી ગયું અને પોઈન્ટ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને સરકી ગયું. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયનશિપ સર્કલમાં બાંગ્લાદેશ ટીમની આ 7મી મેચ હતી, જેમાં તેને ચોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, હાલમાં બાંગ્લાદેશનો જીતનો દર 39.29% છે અને તે 33 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. બાગ્લાદેશે પાકિસ્તાનને તેમના હોમ ગ્રાઉન્ડ પર બે મેચની શ્રેણીમાં હરાવ્યું અને ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું. અશ્વિનની સદીની મદદથી ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ 149 રન પર સમાપ્ત થયો હતો.
ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ચોથી સૌથી સફળ ટીમ બની ગઈ
ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં ચોથી સૌથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે એકંદરે 179મી ટેસ્ટ મેચ જીતી છે. ભારતીય ટીમ સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે સાઉથ આફ્રિકાની સાથે ચોથા સ્થાને છે. હવે ભારતની હાર કરતાં જીત વધુ છે. માત્ર ચાર ટીમ આ કરી શકી છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારત ટેસ્ટમાં ચોથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલામાં સાઉથ આફ્રિકાની બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 580માંથી 179 મેચ જીતી છે, સાઉથ આફ્રિકા 179 જીત સાથે હાલમાં ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 414 જીત સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ 397 જીત સાથે બીજા અને વેસ્ટ ઈન્ડિઝ 183 જીત સાથે ત્રીજા સ્થાને છે.