વિવિધ પ્રકારની ડીઝાઈનના હાર, બ્રેસલેટ અને રીંગ સહિતની આઈટમોની વિશાળ શ્રેણી: ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા પડાપડી
રાજકોટમાં આવેલી આઈટીસી ફોર્ર્ચ્યુન પાર્ક હોટલ ખાતે સ્વયંવર ધ પ્રિમીયમ જવેલરી શોનું આયોજન તા.૫,૬,૭ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં પ્રિમીયમ જવેલરી જેમાં આનંદ શાહ ગોલ્ડન જવેલર્સ, અબ્ધી જવેલર્સ, આઈ.એચ.જવેલર્સ, કે.આર.સન્સ અને રાજકોટના શ્રી પ્રયોસા જવેલર્સ જોડાયેલા છે. આ એક્ઝિબિશનમાં તમામ જવેલર્સો પોતાની યુનિક અને અવનવી ડિઝાઈન તેમાં પણ મેરેજ સીઝનને લઈને અનેક પ્રકારની ડિઝાઈનના હાર, બ્રેસલેટ, રીંગ જેવી અનેક પ્રકારની જવેલરી લઈને આવ્યા છે અને લોકોને ખાસ આકર્ષક કરવા ડિસ્કાઉન્ટ સિસ્ટમ પણ લઈને આવ્યા છે. આજે બીજા દિવસે પણ લોકોનો ખુબ જ ઘસારો જોવા મળી રહ્યો છે અને લોકો લગ્નને લઈને પૂર્વ ખરીદી કરી રહ્યા છે અને ખુબ જ સારો પ્રતિસાદ પણ જવેલર્સોને મળી રહ્યો છે. આ એક્ઝિબિશનમાં લોકોને યુનિક ડિઝાઈન સાથે વિશ્ર્વસનીય ભાવની જવેલરી મળી રહી છે. ગોલ્ડની સાથે પ્લેટીનમની પણ જવેલરી આ એક્ઝિબિશનમાં રાખવામાં આવેલી છે.
ઈન્ડિયાના ખૂણે-ખૂણેથી જવેલર્સને એક મંચ પર ભેગા કર્યા: પ્રતિક ઝવેરી
આ એકિઝબિશનના ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ ઝવેરીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટસમાંથી તેમનું રાજકોટમાં આ બીજુ એડિશન છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સમગ્ર ગુજરાતમાં સ્વયંવર એકિઝબિશન કરે છે. જયારે પહેલી વખત એકિઝબિશન કર્યું ત્યારે અહીંની જનતાએ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.
તેથી વર્ષમાં બે વખત રાજકોટમાં એકિઝબિશન કર્યું છે અને ઈન્ડિયાના ખૂણે-ખૂણે રહેલા બધા જવેલર્સને એક મંચ ઉપર ભેગા કરીને રાજકોટની જનતાને એવું પ્લેટફોર્મ મળે જેથી રાજકોટની જનતાએ જવેલરીની ડિઝાઈન માટે કયાં જવુ ન પડે. જેથી કરીને જનતા કયારેય પણ ક્ધફયુઝન ન થાય અને એક જ પ્લેટફોર્મ પરથી અલગ-અલગ ડિઝાઈનની જવેલરી મળી રહે અને લોકોનો અત્યારે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને જાન્યુઆરીમાં ફરીથી અપકમીન વેડીંગ સિઝન આવી રહી છે ત્યારે રાજકોટની જનતાએ અમને બહુ જ સારી રીતે વધાવ્યા છે. તેઓએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે આવો પ્રતિસાદ અમને દર વર્ષે મળતો રહે અને સારામાં સારા જવેલર્સને રાજકોટમાં લઈ આવીએ.