રાપર તાલુકાના કાનમેર બાજુના રણમાં મીઠાંના કારખાના મુદ્દે ગોળીબાર અને હત્યા પ્રકરણમાં 2 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતાં બન્નેના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં જૂના મીઠાંના કારખાના પાસે ગત તારીખ 13 મેના ઢળતી બપોરે ગોળીબારનો આ બનાવ બન્યો હતો. જેમાં દિનેશ કોળી નામના યુવાનનું મોત થયું હતું.
આ દરમિયાન અન્ય બેને પણ ગોળીથી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકે 17 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરતાં નરેન્દ્રદાન ગઢવી, અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચીના નામ બહાર આવ્યા હતા.
ત્યારબાદમાં 17આરોપીમાંથી 16 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સની અમરા રબારી પોલીસ પકડમાં આવતો ન હતો. અને પાછળથી નરેન્દ્ર ગઢવી અને અશોકસિંહ ઝાલાની અટક કરાઈ હતી. હાલમાં અશોકસિંહના 5 દિવસના રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કરાયો હતો. આ દરમ્યાન દિલીપ અયાચી અને કાના રબારીને પકડી પોલીસે બન્નેની અટક કરી હતી. આ બન્નેને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરાતાં બન્નેના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસ અધીક્ષક સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ બન્નેના બનાવમાં શું રોલ હતો તે સહિતની આગળની તપાસ હાથ ધરી હતી.
ગની કુંભાર