• રાજકોટ : મહિલા તબીબના આપઘાતનો મામલો
  • લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ફોટો-વીડિયો ઉતારી મૃતકને કરાઈ’તી બ્લેકમેલ

રાજકોટની મહિલા તબીબના આપઘાતના દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ છે. અત્રે જણાવીએ કે, મહિલા તબીબ બિંદિયા બોખાણીએ 24મે 2023ના દિવસે આપઘાત કર્યો હતો. ત્યારે આ મામલે બે ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે.

વર્ષ 2023ના મે માસમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં તબીબ તરીકે સેવા આપતી યુવતીએ પોતાના ફ્લેટ પર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ કેસ કોર્ટમાં ચાલી જતાં સમગ્ર મામલે દોઢ વર્ષ બાદ ડોકટર સહિત 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા તબીબને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી ફોટા અને વીડિયો ઉતારી ડોક્યુમેન્ટ પોતાનાં નામે કરાવી મરવા મજબૂર કર્યા હોવાનુ ખૂલ્યું છે. ગાંધીગ્રામ પોલીસે મહિલા તબીબની માતાની ફરિયાદના આધારે ડો. પાર્થ જોબનપુત્રા અને મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રા સામે ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી અનુસાર, બિંદીયાબેન ગોવિંદભાઈ બોખાણી ખાનગી હોસ્પિટલના ઓપીડી વિભાગ અને ઇમર્જન્સી વિભાગમાં સેવા આપી રહ્યા હતા. તેમજ અગાઉ તેઓ હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતા હતા. મહિલા તબીબ બિંદીયાબેન બોખાણી (ઉવ.25) માધાપર ચોકડી પાસે આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ આંગન-1માં રહેતા હતા. મે, 2023ના બિંદીયાબેનના માતા જાનુબેન બોખાણીએ દીકરીને ફોન કર્યો હતો. ત્યારે દીકરીએ ફોન ઉપાડ્યો નહોતો. ત્યારે આ મામલે માતાએ બિંદિયાના પિતાને વાત કરી હતી. ત્યારે પાડોશીને વાતની જાણ કરી દરવાજો ખોલાવતા મહિલા ડોક્ટરનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે, ‘હું જિંદગીથી કંટાળી ગઈ છું, બધા ખુશ રહેજો કોઈનો વાંક નથી.’

આ ઘટનામાં કોર્ટના આદેશ બાદ દોઢ વર્ષે ધ્રોલમાં રહેતાં મૃતક મહિલા તબિબના માતા જાનુબેન ગોવિંદભાઈ બોખાણીની ગાંધીધામ પોલિસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી તરીકે પુષ્કરધામ મેઈન રોડ પર ઘનશ્યામ નગર મેઇન રોડ પર રહેતા ડો. પાર્થ દીપકભાઈ જોબનપુત્રા અને મૌલિક ઉર્ફે મિત જોબનપુત્રાનુ નામ લખવામાં આવ્યુ છે. પોલીસે કલમ-306 અને એટ્રોસીટી એક્ટની કલમ નોંધી છે. જેમાં જણાવાયુ છે કે, ફરિયાદીની દીકરી અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમા તેના ફોટા અને વીડિયો ઉતારી બદનામ કરવાની ધાકધમકી આપી હતી. ડો. પાર્થે મહિલા તબીબના અલગ-અલગ બેન્કના એટીએમ કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ પોતાના હસ્તગત કરી લીધા હતા અને લગ્ન કરવાના બહાને શોષણ કરતા ગત તા. 24 મે, 2023ના મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો.

મૃતક બિંદિયા બોખાણીએ સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, જિંદગીથી કંટાળી છું, બધા ખુશ રહેજો, મારા આપઘાત પાછળ કોઇનો વાંક નથી. આપને જણાવીએ કે, દોઢ વર્ષ બાદ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગાંધીગ્રામ પોલીસે 2 શખ્સો સામે તપાસ હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.