• સ્પર્ધાઓમાં સારૂ પરફોર્મન્સ બતાવનાર વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત

સ્વચ્છતા હી સેવા-2024 અભિયાન અંતર્ગત રાજકોટ શાળાઓમાં “સ્વચ્છતાની પાઠશાળા” અન્વયે સ્વચ્છતા રેલી, ક્વિઝ, રંગોળ, ચિત્ર, સૂત્રો, નિબંધ, કવિતા, સ્વચ્છતા ક્લાસ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદીજુદી શાળાઓમાં યોજાયેલા અલગ અલગ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે 21/09ના રોજ સવારે 8:30 કલાકે રાજકોટ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની  તમામ 93 શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા આઇઇસી એક્ટીવીટીના ભાગરૂપે રાજકોટ શાળાઓમાં “સ્વચ્છતાની પાઠશાળા” અન્વયે સ્વચ્છતા રેલી, ક્વિઝ, રંગોળી, ચિત્ર, સૂત્રો, નિબંધ, કવિતા, સ્વચ્છતા ક્લાસ કાર્યક્રમ યોજાયો હતો

જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદીજુદી શાળાઓમાં કાર્યક્રમ યોજી શાળાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.1માં આવેલ ડો. જીવરાજ મહેતા પ્રા. શાળા નં.89, રૈયાગામ ગેઈટ પાસે, રૈયા રોડ ખાતેની શાળામાં કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ સભ્ય રસિકભાઈ ભદ્રકીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા,  કાથડભાઈ ડાંગર, નાગજીભાઈ વરુ, કાનાભાઈ ખાણધર, ગૌરવભાઈ મેતા ઉપસ્થિત રહી વિવિધ એક્ટીવીટી નિહાળી હતી અને બાળકોને શુભેચ્છા પાઠવી હતી અને અન્ય નીચે મુજબની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એક્ટીવીટી યોજવામાં આવી હતી.

વોર્ડ વાઈઝ યોજાયેલ આઇઇસી એક્ટીવીટીમાં વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન  વિક્રમભાઈ પુજારા, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ નિમાવત, શિક્ષણ સમિતિના સદસ્ય, લગત વોર્ડના કોર્પોરેટર, વોર્ડની ટીમ,  મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ અને શાળાના વાલીઓ જોડાયા હતા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 93  શાળાઓમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવેલ હતું. સ્વચ્છતા ક્વિઝ , રંગોળી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,નિબંધ  લેખન સ્પર્ધા , કવિતા જીંગલ લેખન સ્પર્ધા ,સૂત્ર લેખન સ્પર્ધા વગેરેનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવેલ તેમજ રાજકોટ કોર્પોરેશનના 18 વોર્ડ પૈકી દરેક વોર્ડમાંથી એક શાળા પસંદ કરીને કુલ-18 શાળાઓમાં ઉપરોક્ત પ્રવૃતિઓનું  વિશેષ આયોજન કરેલ.

આ રેલીમાં  ધારાસભ્યઓ, કોર્પોરેટરઓ, વોર્ડની ટીમ વિવિધ સમિતિના ચેરમેનઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સદસ્યઓ અને શાળાના વાલીઓ જોડાયા હતા.

આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 93 શાળાએ ભાગ લીધેલ હતો સ્વચ્છતા રેલીમાં કુલ-308 શિક્ષકો, 8570 વિદ્યાર્થીઓ શાળાની એસએમસીના 142 સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં શાળાના વાલીઓ જોડાયા હતા તેમજ સ્વચ્છતા અંગેની શાળા કક્ષાએ કરેલી વિવિધ સ્પર્ધા અને પ્રવૃત્તિઓમાં સ્વચ્છતા ક્વિઝમાં 418 વિદ્યાર્થીઓઅને સ્વચ્છતા અંગેની ચિત્ર સ્પર્ધામાં 1,385 વિદ્યાર્થીઓતેમજ, સ્વચ્છતા રંગોળી સ્પર્ધા માં 704 વિદ્યાર્થીઓઅને સ્વચ્છતા વિષય પર નિબંધ લેખનમાં 280 વિદ્યાર્થીઓ  કાવ્ય /જીન્ગલ લેખનમાંઅને 168 વિદ્યાર્થીઓ  સ્વચ્છતા અંગેના સૂત્રો ના લેખનમાં 840 વિદ્યાર્થીઓ મળીને ઉપરોક્ત તમામ સ્પર્ધામાં કુલ 3,495 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ શાળા પરિવાર દ્વારા ઇનામ આપી અને પ્રોત્સાહિત કરેલ હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.