દરેક ગુજરાતી તેની ગુજરાતી થાળીમાં રોટલી દાળ ભાત શાક છાસ ફરસાણ તેમજ મીઠાઈ અને સલાડનો સમાવેશ કરતા જ હોઈ  છે. ત્યારે આ દાળ સાથે જે સફેદ ભાતનો અનેક રીતે વાનગીઓ અને રસોઈમાં ઉપયોગમાં લેવાતા હોય છે ત્યારે આ સફેદ ચોખાના ગેરફાયદા પણ છે, હા સાચે શું આપને એ વાતની જાણ છે. તો આજે અવશ્ય આ સફેદ ચોખા વિષે થોડું જાણો.

મુખ્ય રીતે રોજ સફેદ ચોખા ખાવાથી ડાયાબિટીસ નુ જોખમ વધસે અને પેટ ની સ્થૂળતામા વધારો થશે.લોકો રોજ સફેદ ચોખા ખાય છે. રોજ સફેદ ચોખા ખાવાથી સો ટકા લોકો માથી દસ ટકા લોકો ડાયાબિટીસ નો ભોગ બને છે.

સફેદ ચોખાના ગેરફાયદા :દબ

  • સફેદ ચોખાનું રોજ સેવન કરવાથી વિટામિન બીનું પ્રમાણે ધીમે-ધીમે શરીરમાથી ઘટી જાય છે સાથે અપાચા જેવી સમસ્યા ઊભી થાય છે. શરીરમાં કામ કરવામાં થાક લાગે છે.
  • સફેદ ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે અને સ્થૂળતા તરફ દોરી જાય છે.
  • સફેદ ચોખામાં ખનિજનું પ્રમાણ ઓછું હોવાથી અનેક શારીરિક કર્યોમાં નુકશાન થાય છે અને શરીરમાં પણ થોડો થાક લાગે છે.
  • સફેદ ચોખા અત્યંત અસિડિક ખોરાક છે જે આપણાં શરીરને ખૂબ તેજાબી બનાવે છે. શરીરમાં વધતી એસિડિટીનું મુખ્ય કારણ બને છે આ સફેદ ચોખા.
  • ફાઇબર સામગ્રી અત્યંત ઓછી છે, તેથી તે આંતરડાની સફાઇ ની ભૂમિકામા મદદ કરતું નથી.
  • આ ચોખામાં કેલેરીનું પ્રમાણ વધુ હોય છે અને પાકેલા ભાટમાં 10 ચમચી શુગર બરોબર કેલેરી હોય છે.
  • રોજ ચોખ્ખા ખાવાથી શરીરમાં શુશ્તીની પણ અનુભૂતિ લાગે છે.DAL
  • આ ચોખામાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોવ છે જેથી વજનમાં વધારો થાય છે. દરરોજ જો વ્યક્તિ ભાત ખાશે તો પોતાની શરીર ગમે તેટલી શોકીશ કર્યાબાદ ઉતરતા વાર લાગે છે.
  • આ ચોખા ખાવાથી જેટલું જલ્દી પેટ ભરાય છે તેટલીજ જલ્દી ભુખ લાગી જાય છે. જ્યારે સફેદ ચોખાનું સેવન રોજ કરવામાં આવે તો ફરી-ફરી તે વ્યક્તિને થોડું કઈક વારંવાર ભૂખ લાગવાથી ઓબેસિટી પણ થઈ શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.