સુરતમાં હજી તો એક ગુનાહનો ભેદ ઉકેલાયો ન હોઈ ત્યાં ફરી એક નવા ગુન્હો સામે આવતો હોઈ છે. ત્યારે ફરી એક વાર કંઈક આવો જ ગુન્હો સામે આવ્યો છે. જેમાં સરથાણાના વાલક પાટીયા પાસે મધરાત્રે ત્રણ વાગ્યે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી બે શખ્સો દાદાગીરી કરતાં હતા. ત્યારે તે બંન્નને ટોળાંએ ઘેરી તલાશી લેતાં તેમાંથી દારૂ અને બિયરની બોટલ મળતાં હંગામો મચ્યો હતો. તેમજ લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મિડીયા પર વાયરલ કરતાં પોલીસે આ મામલે કાર ચાલક વિરૂદ્ધ બે ગુના નોંધી ધરપકડ  કરી હતી.

જે અંગે વિગતે વાત કરવામાં આવે તો સરથાણા વાલક પાટિયા પાસે થી એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક નંબર પ્લેટ વિનાની કારના ડેસબોર્ડ પર પોલીસ લખેલું પાટીયું જોવા મળ્યું હતું. ત્યારે ત્યાં ટોળું એકઠું થતાં ટોળાંએ આ કારમાં બે શખ્સોને બહાર કાઢી કારની તપાસ કરતા બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવતા તેમના દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

ત્યારે સમગ્ર મામ્લેમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તે કાર ડિટેઇન કરી તેમાં દેખાતા બંને શખ્સોની ધરપકડ તેમની વિરૂદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે ઝડપાયેલાં આરોપીઓ જયપાલસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબડ કારની લે-વેચ સાથે સંકળાયેલાં હતા.

ત્યારે બંને શખ્સો દ્વારા પોલીસની ઓળખ આપી નજીકની હોટેલમાં ખાધા બાદ નાણાં નહિ આપતાં હંગામો થતાં ટોળું ભેગું થયું હતું અને તેમાં જ આ બંને શખ્સો પોલીસની પ્લેટની આડમા ગોરખધંધો કરતા હોવાનું ખુલ્યું હતું. ત્યારે પોલીસને સમગ્ર મામલાની જાણ થતાં બંને આરોપીઓ નાસી છૂટતા તેમની વિરૂદ્ધ રેસ ડ્રાઇવિંગ, પોલીસની ઓળખનો ખોટા ઉપયોગ કરવા બદલ બે ગુન્હા નોંધવામાં આવ્યા હતા.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.