• દવા ન લેતા હોય એટલે તંદુરસ્ત છો એવું માનવું નહીં !
  • વિશ્ર્વનો બીજો નંબરનો રોગ માનસિક બીમારી છે, જેનાથી દુનિયામાં પાંચ કરોડથી વધુ લોકો પીડાય છે: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નજીકથી જોડાયેલા છે

આજના યુગમાં સૌથી મોટી સંપત્તિ શરીરની સુખાકારી છે, તમે દવા ન લેતા હોય કે તમને કંઈ થતું ન હોય એટલે તમે તંદુરસ્ત છો એવું માનવું ખોટું છે. પહેલાંના યુગમાં માણસને માનસિક તાણ ન હોવાથી પરિવાર સાથે આનંદથી રહેતો હતો. આજના બદલાતા યુગમાં આધુનિક ભૌતિક સુવિધા વચ્ચે પણ માનવી સતત તાણ અનુભવતો જોવા મળે છે. પૈસા કરતા પણ આજે શરીર સુખની સંપત્તિ વિશેષ મહત્વ ધરાવે છે. માનવી એ જાતે જ જીવનશૈલી બદલીને ઘણા બધા રોગોને સામેથી આમંત્રણ આપેલ છે. આજની કારમી મોંઘવારીમાં પરિવારના બે છેડા ભેગા કરવામાં માનવી સતત પૈસા પાછળ દોડતો જોવા મળે છે.

સુખ અને સમૃધ્ધી સભર જીવન શૈલીની જરૂરીયાતોમાં સ્વસ્થ શરીરની સૌથી પ્રથમ જરૂરીયાત ગણી શકાય. વ્યકિત જો સ્વસ્થ હશે તો દુનિયાના બીજા બધા સુખ ભોગવી શકશે. સ્વાસ્થ્યની પરિકલ્પના સમયની સાથે બદલતી રહે છે. આજે 21મી સદીમાં સ્વસ્થ જીવનશૈલી મહત્વની બની રહે તો આધ્યાત્મિક સ્વાસ્થ્યનો ખ્યાલ પણ સંપૂર્ણ સ્વાસ્થ્યમાં સમાવિષ્ટ છે.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ શારીરિક, માનસિક અને સામાજીક એમ ત્રણેય પાસાઓને આવરી લઈને સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે.

રોગો કે ખોડ ખાંપણનો અભાવ માત્ર નહી પરંતુ સંપૂર્ણ શારિરીક, માનસિક અને સામાજીક આધ્યાત્મિક સજજતાને સ્વાસ્થ્ય, તંદુરસ્તી કે આરોગ્ય કહે છે. વ્યકિત રોજીંદા કાર્યો સારી રીતે કરી શકે અને મનને આનંદિત રાખી સંતોષની લાગણી અનુભવી શકે તે હકારાત્મક બાબત છે બીમાર ન પડવું, કુરૂપતા ન હોવી તે આરોગ્યની બાબત નથી. પરંતુ શારીરિક, માનસિક, સામાજીક દષ્ટિએ સમૃધ્ધ સ્થિતિને આરોગ્ય કહે છે. સંપૂર્ણ સ્વાસ્થ્યની સંકલ્પનામાં ચારે પાસા મહત્વનાં છે.

શારીરિક સ્વાસ્થ્ય:-

કોઈ રોગ ન હોય, તથા શરીરની અંદર રહેલા દરેક અવયવ, તંત્ર અને કોષ તેમની મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે તે આવશ્યક છે.

માનસિક સ્વાસ્થ્ય:-

વ્યકિત પોતાની તમામ માન્યતાઓ અને મર્યાદાઓ જાણીને મુજબ વર્તે, અન્ય વ્યકિતઓ સાથે સુમેળભર્યો વ્યવહાર રાખે, તેમજ સારી-નરસી, પરિસ્થિતિઓમાં અનુકુલ થઈને જીવી જાણે

સામાજીક સ્વાસ્થ્ય :-

વ્યકિત સમાજની અન્ય વ્યકિતઓ, જુથો, સમુદાયો વિગેરે સાથે તાલમેલ જાળવે, માણસનું સામાજીક જીવન તેને અન્ય જીવોથી અલગ તારવે છે.સમાજ રચના અને સામાજીક જીવન ક્ષેત્રે પણ સ્વસ્થતા હોવી જરૂરી છે.પરસ્પર સંબંધો અને આચરણ સમાજના જાહેર આરોગ્ય જીવનને  પુરસ્કૃત કરે તેવા સામાજીક સ્વાસ્થ્યની દરેક વ્યકિત પાસેથી અપેક્ષા છે.

આધ્યાત્મિક સ્વાસ્થ્ય :- વ્યકિત પોતાની રૂચિ અને શ્રધ્ધા અનુસાર પ્રાર્થના, પૂજા, અર્ચના, યોગ, ધ્યાન વિગેરે ધાર્મિક-અધ્યાત્મિક આચરણ લક્ષી વૃત્તિઓ મુકત પણે કરી શકે જેથી મનની શુધ્ધી અને આત્માની ઉન્નતિ સિધ્ધ કરી શકે છે.

માનવ શરિરની આંતરિક રચનાઓ અને કાર્યક્ષમતા પર માણસની આસપાસ વીટળાયેલા પરિબળોનો ખુબ ભાવ રહે છે.સ્વાસ્થ્યની પર્યાવરણલક્ષી સંકલ્પનામાં, શારિરીક, માનસિક, ભાવાત્મક અને સામાજીક વાતાવરણ તથા તેમાં રહેલા પરિબળોનાં ત્રણ સ્તંભ છે. આ ત્રણ પરિબળો જો સાનુકુલન અને મજબુત હોય તો તે સ્વાસ્થ્યનું ઉચ્ચસ્તર એટલે કે સંપૂર્ણ સ્વાસ્થ્યની સ્થિતી પ્રાપ્ત થાય છે. માનવ શરીર પર અસર કરતાં ત્રણ પરિબળોમાં માનવિય શરીરમાં આંતરિક, વાતાવરણીય અને જૈવિક પરિબળોનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય સપ્તકનાં સાત સ્તર આ પ્રમાણે છે જેમાં શારિરીક, માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય કયા સ્તરે છે અને તેમાં કેટલો સુધારો જરૂરી છે તે સમજવો જરૂરી છે.પહેલું  સુખ તે જાતે નર્યાએ આપણને આપણા આરોગ્યની જાળવણી તેમજ સ્વાસ્થયનાં જોખમોથી સાવચેત રહેવાની શીખ આપે છે, પરંતુ ઔધોગિકીકરણ, આધુનિકીકરણ અને અનુકરણ ભાવિત સમાજમાં આરોગ્ય સામે ઘણાં જોખમો પેદા થયા છે.અત્યંત વ્યસ્ત અને ઝડપી દિનચર્ચાને કારણે ખોરાક, ઊંઘ, આરામ વિગેરેમાં અનિયમિતતા, કામના સ્થળપરનું વાતાવરણ જોખમી પરિસ્થિતિઓ, કાર્યભાર, તણાવ, અને ચિંતા યુકત કાર્યશૈલી, ફાસ્ટફુડ, ઝડપથી બદલાતાં સામાજીક નૈતિક મુલ્યો વિગેરે સ્વાસ્થ્ય લક્ષી જોખમો માટેનાં જવાબદાર પરિબળો છે જે વ્યકિતના જીવનશૈલી સાથે એટલા બધા જોડાય છે કે સમયાંતરે સમસ્યા વધવા લાગે છે. જેવાકે બી.પી, ડાયાબિટીસ હ્વદયરોગ, કેન્સર જેવા રોગોને લાઈફસ્ટાઈલ ડિસીઝ તરીકે ઓળખવા લાગ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.