રાજયસભામાં મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર સાયબર ક્રાઈમના પડકાર સામે સચેત છે

સાયબર ક્રાઈમ છેલ્લા ૩ વર્ષમાં વધ્યા છે. ૨૦૧૪માં ૯૬૨૨, ૨૦૧૫માં વધીને ૧૧૫૯૨ અને ૨૦૧૬માં ૧૨૩૧૭ થયા છે. ડિજિટલ યુગમાં ડિજિટલાઈજેશન વચ્ચે સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ કમનસીબે સાયબર ક્રાઈમનો ગ્રાફ નીચે જવાના બદલે ઉંચે ગયો છે.

રાજયસભામાં કવેશ્ચન અવર દરમિયાન સભ્યોએ ડિજિટલ ટ્રાન્જેકશનની સલામતી સામે સવાલ ઉઠાવ્યો છે. મંત્રી રવિ શંકર પ્રસાદે જવાબ આપ્યો હતો કે સરકાર સામે વધતા સાયબર ક્રાઈમને નાથવાનો પડકાર છે. અને સરકાર સચેત છે.

કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાઈટોની ઓળખ માટે સરકાર ઈન્ટરપોલ અને એસબીઆઈ સાથે કામ કરી રહી છે. ઘણી આવી સાઈટો બ્લોક કરી દેવામાં આવી છે.

આ સિવાય ક્રેડિટ કાર્ડને લઈ થતી છેતરપીંડીના ૨૦૧૪માં ૧૩૦૮૩, ૨૦૧૫માં ૧૬૪૬૮ ૨૦૧૬માં ૧૩૬૫૩ અને ૨૦૧૭માં ૧૨૫૨૦ કેસ નોંધાયા છે. સરકાર અને આરબીઆઈ સાથે કામ કરી રહી છે.

મંત્રીએ કહ્યું કે હજુ સુધી ભીમ એપને લગતી એક પણ છેતરપીંડીની ફરિયાદ સરકારને મળી નથી.

કહ્યું કે ક્રેડીટ કાર્ડને લઈને થતી છેતરપીંડી અંગે લોકોએ જાગૃત થવાની જરૂર છે. સરકાર એકથી વધુ વાર એલર્ટ કરે છે. શંકાસ્પદ ફોન એસએમએસનાં જવાબ ન આપવા જોઈએ ક્રેડીટ કાર્ડના પિન નંબર કોઈને આપવા ન જોઈએ અનઅધિકૃત વ્યકિતને બેંકનાં ખાતાની વિગતો પણ ન આપવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.