Chhota Udepur :જિલ્લામાંથી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવા પર ગતરાત્રે પીપલદી ગામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમા 2 શખ્સ મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જેમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ ચકચારી ઘટનામાં 2 શખ્સો સામેલ હોવાનું હાલ તબક્કે સપાટી પર આવ્યું છે. તે પૈકી એકને ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. અને અન્ય આરોપી સુધી પહોંચવામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઈ હતી. અને આરોપીઓને ધરપકડ કરવા માટે વિવિધ ટીમો કામે લગાડી હતી.

Kawant Police Station

મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

સુત્રોએ ઉમેર્યું છે કે, કુલદીપ રાઠવા રામસિંહ રાઠવાના નાના ભાઇનો પુત્ર હતો. ત્યારે આ ઘટના બાદ મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે કવાંટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે કવાંટ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.