કચ્છ: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં તેમજ ખાસ કરીને યુવાનોમાં HIV એઈડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટી.બી. વિભાગ, કચ્છ યુનિવર્સિટી અને સેવાનિધી ટ્રસ્ટ અંજારના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટી ખાતે “રેડ રન સ્ટેટ મેરેથોન-2024” નું આયોજન કરવામાં આવ્યું હતું.

Screenshot 1 18

કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન સર્કલ થઈને કચ્છ યુનિવર્સિટી સુધીના રૂટમાં પુરુષ, સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર એમ ત્રણ કેટેગરીમાં “રેડ રન સ્ટેટ” મેરેથોન યોજાઇ હતી. જેમાં પ્રથમ આવનારને રૂ. 12,000, દ્વિતીય આવનારને રૂ. 10, 000 અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ને રૂ. 8000નો ચેક, મેડલ, ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Screenshot 2 11

ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, વાઇસ ચાન્સેલર ડો. મોહન પટેલ, નાયબ  માહિતી નિયામક મિતેષ મોડાસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.આર.ફૂલમાલી, સેક્રેટરી ડાલસા વી. સી. સોલંકી, રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોર, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ દેશમુખ, IEC અને GSCBTના જોઈન્ટ ડાયરેક્ટર કેતુલ અમીન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુથ  એન્ડ અફેર્સ તુષાર પરમાર, ડો. કેશવ કુમાર મૌર્ય, ડો. જોબનપુત્રા, ડો. ભાનુશાલી ઠક્કર, ડો. દીપ ઠક્કર, દર્શન રાવલ, વિપુલ દેવમૂરારી, નયનેશ પટેલ, ઈસ્માઈલ સમા, નરેન્દ્ર પ્રજાપતિ, બાલક્રિષ્ણ મોતા વગેરે આગેવાનો, અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Screenshot 3 9

આ સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, DISHA- DAPCU, ICTC, ART, સમગ્ર, ICSW સંસ્થા, જીવનદીપ સંસ્થા, વી.એન.પટેલ, સેવાનિધિ ટ્રસ્ટના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી તો સમગ્ર આયોજનમાં પાર્લે પ્રાઇવેટ લિમિટેડનો સહયોગ રહ્યો હતો. તેમજ કાર્યક્રમના આયોજન માટે ડો. મનોજ દવે, જિલ્લા T.B. અને HIV કંટ્રોલ ઓફિસર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.