• સુરવા, હડમતીયા, જાવંત્રી, વડાળા, બામણાસા, ધાવા, જશાપુર, વાડલા, મંડોરણા સહિતનાં 13 ગામોની ગામતળ વધારાની જમીનનાં ઓર્ડરની સોંપણી કરાઈ

ગીર સોમનાથ: તાલાલા ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને તાલાલા ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતીમાં તાલાલા મામલતદાર કચેરી ખાતે 13 ગામોના ગામતળ વધારવા માટેનો જમીનનો હુકમ ઓર્ડર સરપંચ તેમજ વહીવટદારોને સોંપવામાં આવ્યો હતો.

WhatsApp Image 2024 09 21 at 08.35.40 ba44fbfc

ત્યારે આ બાબતે કલેક્ટરએ જણાવ્યું હતું કે, આજે સારી ટીમ વર્કના કારણે ટૂંક સમયમાં વહીવટી તંત્રએ વર્ષો જુના પ્રશ્નનું નિરાકરણ લાવીને કામગીરી પૂર્ણ કરીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.  તેમજ 13 ગામોના ગામતળ વધારા માટેના જમીનના હક્કો વન વિભાગ પાસેથી મેળવી અને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવ્યા છે. જેથી ટૂંક સમયમાં વધારાના ગામતળમાં વિકાસને લગતા કામો પણ હાથ ધરવામાં આવશે. આ સાથે વધુમાં તેમણે ઉમેરતા, વધારાના ગામતળની મળેલી જમીનનો સદુપયોગ કરીને શૈક્ષણિક સહિતના તમામ ક્ષેત્રોએ આગળ વધીને દેશના વિકાસમાં સહભાગી બનવાની આશા વ્યક્ત કરી હતી.

WhatsApp Image 2024 09 21 at 08.35.41 ecc014ef

ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, 13 ગામોમાં વિકાસને લગતા કામો સરળતાથી હાથ ધરી શકાશે અને નાના માણસોને કોઈપણ મુશ્કરી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, તાલાલા તાલુકાના સુરવા, હડમતીયા, જાવંત્રી, વડાળા, બામણાસા, ધાવા, જશાપુર, વાડલા, મંડોરણા, માધવપુર જાંબુર, ચિત્રોડ, રમરેચી, હિરણવેલ ગામોને ગામતળની વધારાની જમીનનાં વનવિભાગ પાસેથી કબ્જો મેળવીને પંચાયત વિભાગને આપવામાં આવ્યાં છે. ગામોના વિકાસ માટેના  કામો હાથ ધરી શકાશે.

આ કાર્યક્રમમાં અધિક નિવાસિ કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અતુલ કોટેચા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.