કરપ્શનને નાથવાનું સરકારનું હથિયાર ‘આધાર’: રેશનીંગ, ગેસ બાદ હવે બોગસ ટીચરો પરથી પડદો ઉંચકાયો
દેશમાંથી કાળા નાણાને હાંકી કાઢવા નોટબંધી બાદ હવે સરકારે આધારને હથિયાર તરીકે અપનાવ્યું છે. જેના ભાગરુપે દરેક ક્ષેત્રે આધાર લિંકીગની કવાયત સરકારે વધુ તેજ બનાવી છે. જેનો મુખ્ય અને અંતિમ લક્ષ્ય તો કરપ્શન પર ત્રાટકવાનો જ છે. આધારની સાથે સાથે ઇ-પેમેન્ટની પ્રક્રિયા પણ કાળા નાંણાને બહાર લાવવામાં સરકારને મદદરુપ થઇ રહી છે. આધાર અને ઓનલાઇન પ્રોસેસથી ગેસ, સસ્તા અનાજની દુકાનો, પીડીએસ વગેરે પરતી ભ્રષ્ટાચારનો પડદો ઊંચકાયો છે તો હવે આધારે ૮૦,૦૦૦ ભૂતીયા ટીચરોને પકડી પાડયા છે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની તમામ યુનિવસીર્ટીઓ પાસેથી તેના કર્મચારીઓ, વિઘાર્થીઓ અને તમામ શિક્ષકોના આધાર કાર્ડ નંબર માંગ્યા હતા. જેના આધારે આ ૮૦,૦૦૦ ભુતીયા એટલે કે બોગસ ટીચરોનો ખુલાસો થયો છે. આ બોગસ ટીચરો પ્રોકસી મંથડ અપનાવે છે એટલે કે એક થી વધારે જગ્યાએ પર શિક્ષકની ભુમિકા ભજવે છે. અને ઊંચી કિંમતે સેલેરી હડપે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી આ ટીચરો આ પ્રકારે મેથડ અપનાવી મોટી માત્રામાં રકમની કમાણી કરી હશે જે લોકો આખરે તો સરકારી તીજોરી પર જ પડે છે. આ ૮૦,૦૦૦ બોગસ ટીચરોનો કુલ પગાર જોવા જઇએ તો કરોડો રૂપિયામાં આંકડો મળે, આટલા વર્ષોથી સરકારની તીજોરી માંથી કરોડો રૂપિયાની ઉઠાંતરી થઇ રહી છે જે પરથી આધાર નંબરે પડદો ઉંચકયો છે.
આ જ રીતે ઇપેમેન્ટ પ્રોસેસથી અને આધારથી ભુતિયા રેશનીંગ પણ સામે આવ્યા છે. આધાર લીકીંગને ફરજીયાત ગણાવતા સસ્તા અનાજ, ગેસ સબસીડી વગેરે ક્ષેત્રે થતા કરપ્શન નો ભાંડો ફુટયો છે.
માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ તમામ ૮૦,૦૦૦ બોગસ ટીચરો વિરુઘ્ધ કાર્યવાહી થશે. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવતા કહ્યું કે, આ ૮૦,૦૦૦ બોગસ ટીચરોમાંથી એકેય શિક્ષક કેન્દ્રીય યુનિવર્સિટીમાંથી નથી તમામ રાજય કક્ષાની યુનિવસીટીઓ અને ખાનગી શાળા કે યુનિવર્સિટીઓમાંથી છે.