• ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉન માંથી 10 બેરલમાંથી  2100 લીટર કેમિકલ અને ટ્રક મળી 20.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
  • કેમિકલમાં ઇથેનોલ અથવા તો મિથેનોલ હોવાની પૂરેપૂરી શક્યતા હોવાથી પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલાયું ,સ્ટેટ મોનિટરિંગ સેલના નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમની સફળ રેડ

અમદાવાદ શહેરના નાગર વેલ રોડ ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે સ્મોલ સર્કલ ઇન્ડર 3 મિલ એસ્ટેટના ગોડાઉનમા સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે દરોડો પાડી પ્રતિબંધિત   2100 લીટર જેટલું લઠ્ઠામાં વપરાતું શંકાસ્પદ કેમિકલનો જથ્થો પકડી પાડી રૂપિયા 20.79 લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલું  કેમિકલ ઇથેનોલ અથવા તો મિથેનોલ હોવાની પૂરેપૂરી શક્યતા હોય જેથી તેને કબજે કરી પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ તપાસનો ધમધમાટ આદર્યો છે.

વધુ વિગત મુજબ રાજ્યના નસીલા પદાર્થના હેરાફેરી અટકાવા સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નીલિપ રોએ આપેલી સૂચનાને પગલે ડીવાયએસપી કેટી કામરીયા ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે અમદાવાદ શહેરના નાગરવેલ રોડ ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે આવેલ સ્મોલ સર્કલ ઇન્ડસ્ટ્રીયલ ગેટમાં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલ નો જથ્થો છુપાવ્યો હોવાની એ.એસ.આઇ મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ ને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ કેડી જાદવ સહિતના સ્ટાફે દરોળો પાડ્યો હતો

દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 79 800 ની કિંમત નો 2100લિટર પ્રતિબંધિત કેમિકલ નો જથ્થો મળી આવતા પોલીસે

કેમિકલ નો છઠ્ઠો આઇસર ટ્રક મળી રૂપિયા 20.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.બાપુનગર પોલીસ મથક વિસ્તારમાંથી  એસએમસી દ્વારા કબજે કરવામાં આવેલ કેમિકલ ઇથેનોલ અથવા તો મિથેનોલ હોવાની પૂરેપૂરી શક્યતા હોય જેથી તેને કબજે કરી સેમ્પલો એફએસએલ માં મોકલી આપવામાં આવેલા છે, એફએસએલના પૂથકરણમાં જે પ્રકારના અભિપ્રાય આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે. ગોડાઉન નો માલિક કોણ છે. ગોડાઉન ભાડે રાખ્યું છે તેમજ ટ્રક  અને કેમિકલ નો જથ્થો કોને મંગાવ્યો અને કોને આપવાનો  હતો  તે મુદ્દે તપાસનો ધમધમાટ આદર્યો છે.બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.