• ખેડૂતોના ભૂમિદાતા યુ. એન. ઢેબરભાઈની જન્મ જયંતિ 21 સપ્ટેમ્બર 1905
  • કૅબિનેટની 15 એપ્રિલ 1948ના રોજ પહેલી બેઠકમાં ક્રાંતિકારી પગલાના પ્રતાપે વેઠની ગુલામીપ્રથાનો અંત
  • લોકકવિ દુલા ભાયા કાગનું સરકાર, રજવાડાં તેમજ જમીનના માલિકો વચ્ચે સમજાવટમાં બહુમૂલ્ય યોગદાન
  • વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના પત્રમાં મુખ્ય મંત્રીઓને ઢેબરને અનુસરવા કહ્યું
  • આદિવાસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના  ઉત્તસ્થાન માટે અમૂલ્ય યોગદાન
  • જમીનના ભોગવટાના ત્રણ ભાગ
  • 150 વર્ષનો યાતનામય ઇતિહાસ
  • 90થી પણ વધારે કરવેરા નાબૂદ
  • રાજવીઓએ બહારવટિયા પોષ્યા
  • બહારવટિયા અને ડાકુ વચ્ચે ફરક
  • રાષ્ટ્રીયસ્તરે સૌરાષ્ટ્ર પ્રયોગની સ્વીકૃતિ
  • ભૂદાન ચળવળનું પ્રેરણાસ્રોત
  • ગણોતિયા ખેડૂતોને જમીનપ્રાપ્તિ
  • ક્રાંતિકારીનું વિસ્મરણ
  • ખેડૂતોને જાગીરદારી-ગિરાસદારી માથી મુક્તિ અપાવી જમીનના માલિક બનાવ્યા

ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) :

ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો.

ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ 1923માં ભૌતિકશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ થતાં કૉલેજનો અભ્યાસ છોડી દીધો. મુંબઈની સૉલિસિટરની પેઢીમાં  નોકરી કરતાં કરતાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો તથા હિંદુ કાયદામાં  શ્રેષ્ઠ ગુણ મેળવીને 1928માં વડી અદાલતના વકીલની લાયકાત ધરાવતી પરીક્ષા પાસ કરી.

આજે સૌરાષ્ટ્ર રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી ઉછંગરાય નવલશંકર ઢેબરભાઇ નો 119 મો જન્મદિવસ (21 સપ્ટેમ્બર 1905), તેમના ખેડૂતો -વિચરતી જાતિઓ અને બિન-સૂચિત જાતિઓના અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં નોંધપાત્ર  યોગદાન માટે, તેઓ હમેશાં યાદ રહેશે.

તેમનો જન્મ ૨૧મી સપ્ટેમ્બર 1995 ના રોજ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા નવાનગર રજવાડામાં  ઊજમબા નાગર જ્ઞાતિમાં થયો હતો, તેઓને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો. ઢેબરભાઈએ 1922 માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરી વકીલની પદવી મેળવી હતી.

વ્યવસાયે વકીલ  ઢેબરભાઈ એ 1936 માં રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે પોતાની કારકિર્દી છોડી દીધી હતી.૧૯૩૮ અને 1942 ની વચ્ચે, ઢેબરભાઈએ રાજકોટ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું જેમાં રજવાડાઓમાં અસ્તિત્વ માટે રહેલી વિરોધાભાસી પરિસ્થિતિને સ્પષ્ટ કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું અને વ્યક્તિગત સત્યાગ્રહ અને કોન્ફેડરેશન ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો.

ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા બદલ, બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર દ્વારા તેમને ત્રણ વખત 1938-1939 અને 1941 દરમિયાન બે ટૂંકા ગાળા માટે અને પછીથી 1942 થી 1945 સુધી ત્રણ વર્ષ માટે કેદ કરવામાં આવ્યા હતા. ઢેબરભાઇનો રાજ્યની રચના કરવામાં મુખ્ય ફાળો રહ્યો હતો.

1946 માં ઢેબરભાઈએ સંયુક્ત સૌરાષ્ટ્રની ઘણી સમસ્યાનો ઉકેલ લાવવા માટે સત્યાગ્રહ કર્યો હતો.ઑક્ટોબર 1947 માં, જૂનાગઢના નવાબે વ્યાપક જાહેર વિરોધ છતાં, જૂનાગઢ રાજ્યને પાકિસ્તાનમાં એકીકરણ કરવા માટે સંમત થયા. ઢેબર ભાઇએ જૂનાગઢની હદની બહાર, જૂનાગઢથી આવતા અને જતા તમામ માલસામાનનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કર્યો એ બહિષ્કાર એટલો અસરકારક હતો કે દોઢ મહિનાથી વધુ સમય સુધી અર્થવ્યવસ્થાને ટકાવી રાખવામાં અસમર્થ રહ્યા પછી જૂનાગઢના શાસક ભૂગર્ભમાં જતા રહ્યા હતા. ઢેબરભાઇની આગેવાની હેઠળના પ્રયત્નોથી શક્તિશાળી જુનાગઢ રાજ્યને તેના નિરંકુશ શાસકની પકડમાંથી મુક્ત કરીને, રાજ્યોના એક વિશાળ સંઘ તરફનો માર્ગ શક્ય બનાવ્યો હતો.

૧૫ ફેબ્રુઆરી 1948 ના રોજ ભારતના સંઘમાં એક રાજ્ય તરીકે સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી હતી, તે જ દિવસે ઢેબર ભાઇની સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પહેલા સૌરાષ્ટ્રમાં કુલ 202 રજવાડા અને વહીવટી રાજ્યો હતા. 15 એપ્રિલ 1948 સુધીમાં, વહીવટના તમામ એકમો સૌરાષ્ટ્ર રાજ્ય દ્વારા કબજે કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના છ વર્ષ 1948–1954 સ્વાયત્ત શાસન દરમિયાન ઢેબરભાઈની સરકારે અનેક સુધારા કર્યા અને સૌરાષ્ટ્રની કાયાપલટ કરી. ગામડાંમાં ગ્રામ પંચાયતો સ્થાપી , પાંચસોની વસ્તી ધરાવતા દરેક ગામમાં પ્રાથમિક શાળા, ગામડાંમાં પીવાના પાણીની અને તબીબી સારવાર ની સગવડ ઉભી કરી,ખાદી તેમજ ગ્રામોદ્યોગને, અસ્પૃશ્યતાનિવારણ ને ઉત્તેજન મળે તેવા પ્રયત્નો કર્યા , ખેડૂતો માટે ૧૯૫૧ માં ઢેબરભાઈનો સૌથી મહત્વનો સુધારો જાગીરદારી-ગિરાસદારી કે બારખલી પ્રથા નાબૂદ કરવાનો હતો, સૌરાષ્ટ્રમાં ત્રીજા ભાગનાં ગામોમાં ગિરાસદારી કે જાગીરદારી હતી, જેમાં ખેડૂતો પાસેથી મજૂર તરીકે કામ લેવાતું તે પ્રથા નાબૂદ કરીને ખેડૂતોને જમીનના માલિક બનાવ્યા ખેડૂતોને દેવામાં રાહત આપતો ઋણરાહત ધારો પણ બનાવ્યો.મોટા જમીનમાલિકો અને ખેડૂતો વચ્ચેના મતભેદો દૂર કર્યા, તેમણે ઉદ્દેશ્યમાં ફેરફાર કર્યો જેથી ઉત્પાદન,વિતરણ અને વિનિમયના માધ્યમો કાં તો રાજ્યની માલિકીના હોવા જોઈએ અથવા રાજ્ય દ્વારા નિયંત્રિત થવું જોઈએ.

તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની આયોજન ઉપ-સમિતિના વડા તરીકે રહ્યા. 28મી એપ્રિલ, 1960 ના રોજ આ કમિશનની નિમણૂક કરી 1960 થી 1961 સુધી, તેઓ ભારત સરકારના અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ તરીકે દેશના વિવિધ ભાગોમાં ફરી આદિવાસી, અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિની જોગવાઈઓ કેટલી હદ સુધી અમલમાં આવી છે અને આદિવાસીઓની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેમના સમગ્ર જીવન પર કેટલી હદે અસર કરી છે તે જાણ્યું . તેઓ 25  થી 30 મિલિયન અનુસૂચિત જનજાતિના સભ્યોને વિશેષ સુરક્ષા પ્રદાન કરવામાં સફળ રહ્યા. તેમણે આદિજાતિ કમિશનનું નેતૃત્વ કરી 569 પાનાનો અહેવાલ  રાષ્ટ્રપતિ ને ઓક્ટોબર ૧૯૬૧ ના રોજ સુપરત કરવામાં આવ્યો જે સામાન્ય રીતે તમામ રાજ્ય સરકારો દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

૧૯૬૨ માં તેઓ રાજકોટમાંથી ત્રીજી લોકસભામાં ચૂંટાયા હતા. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં તેમને વિશેષ રસ હોવાથી લોકસભામાંથી રાજીનામું આપીને 1963 થી 1972 સુધી ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને ખાદી તેમજ ગ્રામોદ્યોગોના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.રાજકોટની રાષ્ટ્રીય શાળા, સણોસરા ગ્રામ વિદ્યાપીઠ, રાજકોટની સ્ત્રી વિકાસગૃહ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર હિસ્સો રહ્યો,સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની સ્થાપના તથા કામગીરીમાં તે અગ્રસ્થાને રહ્યા હતા. તેમણે ગાંધી વિચારસરણી, સમાજસેવા, રાષ્ટ્રીય શિક્ષણ વગેરે પર અંગ્રેજી, ગુજરાતી તથા હિંદીમાં અનેક લેખો લખ્યા હતા.

1973 માં તેમને પદ્મ થી અને પદ્મવિભૂષણ પુરસ્કાર અને બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન થી નવાજવામાં આવ્યા  હતા.

ઢેબરભાઈ સામાજિક અને શૈક્ષણિક સેવાઓ આપતી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા અને દેશની સેવા કરતા રહ્યા. તેઓ 11 માર્ચ 1977 ના રોજ 72 વર્ષની વયે અવસાન પામ્યા. ભારત માટે લોકશાહી અને સ્વતંત્રતાની પ્રાપ્તિમાં તેમનું અસંખ્ય યોગદાન આ દેશના લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.

રાષ્ટ્રીયસ્તરે સૌરાષ્ટ્ર પ્રયોગની સ્વીકૃતિ

ઢેબરના જમીન સુધારાથી સામંતશાહીનો અંત આવ્યો અને ખેડૂતો માટે નવી આશા જન્માવી.

વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 4 ઑક્ટોબર 1951ના રોજ મુખ્ય મંત્રીઓને પોતાના પાક્ષિક પત્રમાં લખ્યું: “મને તાજેતરમાં સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રીનો પત્ર મળ્યો છે. તેમાં ખેતીની જમીનમાં તેમણે ક્રાંતિકારી ફેરફારો કર્યા અને જમીનદારી પ્રથા કૃષિની જમીનમાંથી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે.”

“આ કાર્ય મોટે ભાગે સંબંધિત સર્વેની સમજણ અને સંમતિથી કરવામાં આવ્યું છે. હવે તેઓ બિનકૃષિ જમીન, કરજ નિવારણ તથા કૃષિ જમીનના ટુકડાઓના એકીકરણ માટેનાં પગલાં લઈ રહ્યા છે. હજુ હમણાં સુધી સૌરાષ્ટ્રની તસુએ તસુ જમીન જમીનદારો અને ગરસદારોની સત્તા નીચે હતી. આ બધાનો હવે અંત આવ્યો છે. હું ઇચ્છું છું કે બીજાં રાજ્યોમાં પણ આવી પ્રગતિ સાધવામાં આવે.”

મૂળે જામનગરના અલીયાબાડા પાસેના નાનકડા ગામ ગંગાજળામાં નાગર જ્ઞાતિમાં જન્મેલા અને વ્યવસાયે વકીલ એવા ઉ.ન.ઢેબર (21 સપ્ટેમ્બર 1905-11 માર્ચ 1977) ગાંધીજીના રંગે રંગાયા અને વકીલાત છોડી આઝાદીની લડતમાં જોતરાયા હતા.

આઝાદી આવતાં તેઓ છ વર્ષ સુધી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા. એ પછી એમને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ બનાવાયા અને ત્રણ ત્રણ મુદ્દત માટે કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા.

સાદગીને એમણે મુખ્ય મંત્રી તરીકે અને અખિલ ભારતીય કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ સતત જાળવી. એમના અધ્યક્ષપદે જ 1955માં મદ્રાસના આવડી કૉંગ્રેસ અધિવેશનમાં પાંચ લાખ કૉંગ્રેસજનોની ઉપસ્થિતિમાં ઐતિહાસિક “સમાજવાદી સમાજરચના”નો ઠરાવ મંજૂર થયો હતો.

કૉંગ્રેસના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી એમણે 1963થી 72 સુધી દેશના ખાદી ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષનો અખત્યાર પણ સંભાળ્યો હતો. તેઓ રાજકોટ બેઠક પરથી 1962માં લોકસભામાં પણ ચૂંટાયા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.