Rajkot માં વધુ એક નકલી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી ધમધમતી હોવાની આશંકા સામે આવી છે. ત્યારે ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કુલ મંજૂરી વગર ચાલતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1થી 8ની મંજૂરી છે. તો તેમાં છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. તેમજ આ શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી.

school

આ ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. અને શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી. જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી છે કે ધોરણ 9 અને 10 ના વર્ગો માન્યતા વગર ચાલે છે. ત્યારે આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. અને આ સાથે હાલમાં તેમનું નિવેદન લેવામાં આવેલ છે. આ દરમિયાન 2 અધિકારીઓ શાળાના સંચાલકો અને આચાર્યના નિવેદન લેવામાં આવશે.

school 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.