જો તમે ઇચ્છતા હો કે તમારી યાદશક્તિ સારી બને તો રાતની પૂરતી ઊંઘ લો ,તાજેતરમાં એક રિસર્ચમાં એ સાબિત કરવામાં આવ્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે, ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે તેને બરાબર યાદ રહેતું નથી. ઊંઘ અને યાદશક્તિનો સીધો સંબંધ છે.

મેમરી પર અસર:

ઉંધ 1

ઊંઘની અસર સીધી મેમરી પર થાય જ છે. આવું આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. જ્યારે રાત્રે બરાબર ઊંઘ ન થઈ હોય એના બીજા દિવસે મગજ એની મેળે નબળું થઈ ગયેલું લાગે છે. ધ્યાન રાખી શકાતું નથી, ચીડ ચડે છે, કોઈ ગાણિતિક કે લોજિકલ વસ્તુ કરવાની હોય તો એ ટાસ્ક નોર્મલ કરતાં અઘરા પડે છે, પ્લાનિંગ કરી નથી શકાતું વગેરે. આ પ્રકારના કોૅગ્નટિવ પ્રોબ્લેમ નોર્મલ છે. પરંતુ એની સાથે એની અસર મેમરી પર પણ પડે છે. એ વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક, બાંદરાના સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, ઊંઘ જ્યાં ઘટે ત્યાં એની જે સીધી પહેલી અસર અને ચિહ્નો દેખાય છે એ છે મગજ પર. ફક્ત એક દિવસની ઓછી ઊંઘ પણ અલર્ટનેસ, મેમરી, એકાગ્રતા જેવાં લક્ષણો પર અસર કરે છે અને જ્યારે લાંબા સમયથી આવું થતું હોય ત્યારે એ પ્રોબ્લેમ લંબાઈ જાય છે. ફક્ત અપૂરતી ઊંઘ જ નહીં; રાતે પૂરી ન થનારી ઊંઘ, નબળી ક્વોલિટીની ઊંઘ એટલે કે જેમને ગાઢ ઊંઘ આવતી ન હોય એવા લોકો, રાત્રે વારંવાર ઊઠતા લોકો વગેરેની મેમરી નબળી જોવા મળે છે. જો કોઈ પણ વ્યક્તિને મેમરી સંબંધિત પ્રોબ્લેમ શરૂ થયા હોય તો તેમણે તેમનીઊંઘ અને ઊંઘ સંબંધિત તકલીફો પર ધ્યાન દેવું જરૂરી છે.

રિસર્ચ:

risrch

તાજેતરમાં જર્નલ સાયન્સમાં છુપાયેલા રિસર્ચ અનુસાર ઊંઘ દમ્યિાન મગજના કોષોને ફરીથી તૈયાર કરવામાં આવે છે શીખવા અને યાદ રાખવા માટે. ઉંદરો પર થયેલું આ રિસર્ચ જણાવે છે કે રાત્રે જ્યારે પ્રાણીઓ સૂઈ જાય છે ત્યારે તેની મેમરી સોલિડ બને છે એટલે કે દિવસભરના બનાવો અને બીજી વસ્તુઓ અંકિત થઈ જાય છે. અમેરિકાની હોપક્ધિસ યુનિવર્સિટીમાં થયેલા આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જ્યારે વ્યક્તિને અપૂરતી ઊંઘ મળે છે ત્યારે યાદને હંમેશાં માટે અકબંધ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખલેલ પડે છે. એટલે યાદશક્તિ પર એની અસર દેખાય છે. એટલું તો આપણે સમજ્યા કે ઊંઘ અને યાદશક્તિને એકબીજા સાથે સંબંધ છે. હવે આગળ જાણીએ કે આપના મગજમાં કઈ રીતે પ્રોસેસ થઈને આપણને યાદ રહે છે એટલે કે આ પ્રોસેસ શું છે અને એ પ્રોસેસ દરમ્યાન ઊંઘનું શું મહત્વ છે. સામાન્ય રીતે આપણને જે સમજાય છે એ મુજબ આપણને લાગે છે કે બનાવ બને છે અને એ મગજમાં છપાઈ જાય છે, પરંતુ આ પ્રોસેસ આટલી સરળ તો ન હોઈ શકે.

કઈ રીતે રહે છે યાદ?

આપણા મગજમાં એક ટેમ્પોરલ લોબ હોય છે, જેનો એક ભાગ હિપોકેમ્પસ છે. આ હિપોકેમ્પસ મગજની લાઇબ્રેરી છે, જ્યાં દરેક માહિતી સ્ટોર થાય છે. હવે ઉદાહરણ સમજીએ તો લાઇબ્રેરીમાં બુક કોણે લખી છે, કાલ્પનિક છે કે સત્યઘટના પર આધારિત છે વગેરે રેફરન્સ સાથે ગોઠવવામાં આવે છે; જેને કારણે આટલીબધી બુક્સમાંથી એક બુક શોધવી હોય તો સરળતાથી મળી રહે એમ આ હિપોકેમ્પસમાં પણ કોઈ પણ યાદ તેના રેફરન્સ સાથે સ્ટોર થાય છે. એ બાબતે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના  બિહેવ્યરલ ન્યુરોલોજીના સ્પેશ્યલિસ્ટ ક્ધસલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, આ રેફરન્સ ઇૅન્દ્રયના અનુભવ પરથી હોય છે; જેમ કે જોયેલી બાબત, સાંભળેલી બાબત, સૂંઘેલી બાબત કે સ્પર્શેલી બાબત. આપણે કોઈ પણ વસ્તુને એના જુદા-જુદા રેફરન્સથી યાદ રાખીએ છીએ; જેમ કે આપણે બગીચામાં ગયા ત્યાંની ગ્રીનરીનો અનુભવ આંખથી કર્યો, ફૂલોની સુગંધ નાકથી લીધી, કાનથી પક્ષીઓના અને બીજા અવાજો સાંભળ્યા. આ દરેક અનુભવ આપણે ઇૅન્દ્રય વડે કર્યો. અને એના અનુભવ મુજબ એ સ્ટોર થયું. જોકે એક જ ઇૅન્દ્રય નહીં, અહીં અલગ-અલગ ઇૅન્દ્રયો એકસાથે અનુભવ લેતી હોય છે અને એ અનુભવ એકસાથે જ સ્ટોર થાય છે. જેમ કે કોઈ એક ફિલ્મ જોઈ હોય તો એની યાદનું સ્ટોરેજ જોયેલી અને સાંભળેલી બાબત એમ બન્ને રીતે થાય છે. તેથી જ જ્યારે કોઈ-કોઈ હીરોની તસવીર જુઓ કે પછી જાણીતી ધૂન સાંભળો એમ બન્ને કન્ડિશનમાં તમને એ ફિલ્મ યાદ આવી જાય છે.

ઊંઘનું મહત્વ:

UNDH

હિપોકેમ્પસમાં જે રીતે બનાવો સ્ટોર થાય છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે. મેમરીને કાયમી બનાવવાનું કામ ઊંઘ કરે છે અથવા તો કહીએ કે વ્યક્તિ જ્યારે સૂઈ જાય ત્યારે આ પ્રોસેસ થતી હોય છે. જ્યારે રાત્રે વ્યક્તિ સૂઈ જાય ત્યારે મગજ નિર્ણય લે છે કે એને કઈ બાબતને યાદ રાખવી અને કઈ વાત ભૂલી જવી. એટલે કે કઈ બાબતને મહત્વ આપવું જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.