• સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત
  • સ્વચ્છતા હી સેવા -2024
ભારત સરકાર દ્વારા 2જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે.
આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં 10 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.17 સપ્ટેમ્બર, 2024 થી તા.31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં.રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.2 3
થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ 41635 થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ 64,40,648 કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં ૨૦૫ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી 198 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.
– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 1493 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ 1201 મુખ્ય રસ્તાઓ,387 માર્કેટ વિસ્તાર, ૧૭૩૪ કોમર્શીયલ વિસ્તાર, 4042 રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 589 બ્લેક સ્પોટની  સાફ સફાઈ હાથ ધરવામાં આવી.5ede4ce8 79b8 433c ae9d a408e7434ec3
– રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 219 રેડ સ્પોટ(પાનની પિચકારી) 139 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
વધુમાં, રાજ્યની મહા નગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ 898 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
– રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ 100 થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.