ધોરાજીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વારંવાર તંત્ર સામે આક્શ્પો કરતા નિવેદનો આપતા હોઈ છે. ત્યારે તેઓએ ફરી એક વાર આક્ષેપો કરું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઉપલેટામાં અનેક નદી પર બનાવેલ ચેકડેમ અને કોઝવે પાસે થી બેફામ રેતી ચોરી થતી હોઈ છે. તેમજ  ચેકડેમ અને કોઝવે ના પાયા માંથી રેતી ચોરી થતી હોવાને કારણે ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ખાણખનીજ વિભાગ અને  રેવન્યુ વિભાગ દ્વારા આ ખનિજ માફિયા પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નેથી જેથી ઉપલેટા તાલુકાના ગઢાળા પાસે મોજ નદી પરનો કોઝવેના પાયામાંથી રેતી ચોરી વધી ગઈ છે. ત્યારે તેના કારણે કોઝવે તૂટી ગયો હોવાનો આક્ષેપ પણ તેઓએ લગાવ્યો હતો. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે  ખનીજ ચોરી અટકાવવા ઉપલેટા નું રેવન્યુ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. તેમજ ઉપલેટાના ગઢડા ગામ પાસે આવેલ મોજ નદી પરનો કોઝવે ઘણા લાંબા સમયથી તૂટી ગયો છે તેવા આક્ષેપો લલિત વસોયા દ્વારા કરવામાં આવ્યા હતા.

કૌશલ સોલંકી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.