• વિદેશી દારૂની 997 બોટલ, 10 લિટર દેશી દારૂ, 250 લિટર આથા સાથે ત્રણ દારૂના ધંધાર્થીઓની ધરપકડ

રાજકોટમાં અમદાવાદ, સુરતની જેમ પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ – પીસીબીને મજબૂતી મળ્યા બાદ પીસીબી બ્રાન્ચ સતત એક્શન મોડમાં છે. છેલ્લા પાંચેક દિવસમાં પીસીબીએ દેશી અને વિદેશી દારૂના એકાદ ડઝન કેસ કરતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં પીસીબીએ દારૂના વધુ ત્રણ દરોડા પાડીને વિદેશી દારૂની કુલ 997 બોટલ, 10 લિટર દેશી દારૂ, 250 લિટર આથો કબ્જે કર્યો છે. પીસીબીએ કુલ રૂ. 5.06 લાખના મુદ્દામાલ સાથે ત્રણ દારૂના ધંધાર્થીઓની ધરપકડ કરી છે. પીસીબીએ પાડેલા ત્રણ દરોડાની વિગતો પર નજર કરવામાં આવે તો ગઈકાલે રાત્રે પીસીબીના કોન્સ્ટેબલ વિજયભાઈ મેતા અને કુલદીપસિંહને વિદેશી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જે બાતમી મળતાની સાથે જ પીસીબીની ટીમ બી ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તાર વૃંદાવન સોસાયટી મેઈન રોડ શેરી નંબર 1 અને શિવ શ્રુષ્ટિ પાર્ક – 2ની વચ્ચે આવેલ ખુલ્લા પ્લોટ તરફ દોડી ગયાં જતાં. જ્યાં એક શખ્સ ઇકો ગાડી જેના નંબર જીજે-03-એલએમ-8442 લઈને ઉભો હતો. જે શખ્સને તેનું નામ પૂછતાં પોતાની ઓળખ હનીફ હુશેન મંધરા (ઉ.વ.39) રહે દૂધસાગર રોડવાળા તરીકે આપી હતી.

પીસીબીએ પંચોની હાજરીમાં ઇકો કારની જડતી કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 750 એમએલની 156 બોટલ જેની કિંમત રૂમ 62,400 અને 180 એમએલની 816 બોટલ જેની કિંમત રૂ. 81,600 એમ કુલ 972 દારૂની બોટલ મળી આવતા પીસીબીએ દારૂ, મોબાઈલ અને કાર સહીત કુલ રૂ. 4,44,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂનો જથ્થો મોકલનાર ચોટીલાના નાની મોલડી ગામે રહેતા મહેન્દ્ર ગભરુ ભગતની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

બીજો દરોડો માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા લક્ષ્મીનગર શાક માર્કેટ નજીક પાડવામાં આવ્યો હતો. જ્યાંથી હાર્દિક હસમુખભાઈ પરમાર (ઉ.વ.29)વાળાને અલગ અલગ બ્રાન્ડની કુલ 25 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો હતો. જયારે ચંદ્રેશ ચેતન ચૌહાણની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ત્રીજો દરોડો કુવાડવા પોલીસની હદમાં આવતા હડાળા ગામે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પીસીબીએ વલ્લભ દેવાભાઈ વારગીયા(ઉ.વ.50)ને ઝડપી 10 લિટર દેશી દારૂ અને 250 લિટર આથો કબ્જે કર્યો હતો.

પીસીબીએ ફક્ત 24 કલાકના સમયગાળામાં અલગ અલગ ત્રણ દરોડા પાડીને કુલ 997 બોટલ દારૂ અને દેશી દારૂના જથ્થા સહીત કુલ રૂ. 5,06,225નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્રણ દરોડામાં ત્રણની ધરપકડ કરવામાં આવી છે જયારે ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલનો કેશોદમાં દરોડો : 155 બોટલ દારૂ સાથે બેની ધરપકડ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.