Gujarat:મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો ખિતાબ જીતનાર ધ્રુવી પટેલ અમેરિકામાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન કોર્સની વિદ્યાર્થીની છે. આ ધ્રુવી પટેલે પણ આ તાજ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે  તે કહે છે કે અહીં સુધી પહોંચવાની તેની સફર સરળ હતી નહીં. ત્યારે આ ખિતાબ જીતવો ખરેખર ખૂબ જ સન્માનની વાત છે. તેમજ તેમણે કહ્યું કે આનાથી લોકોને પણ પ્રેરણા મળશે.

DHRUVI

ધુર્વીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું

અમેરિકાની ‘કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ’ની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે ન્યૂ જર્સીના એડિસનમાં ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’નો તાજ જીત્યો હતો. આ ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024’ એ ભારતની બહાર આયોજિત એક સૌંદર્ય સ્પર્ધા છે. આ સાથે આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવીએ વધુમાં કહ્યું કે તે બોલિવૂડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા ધરાવે છે. તેમજ આ તાજ મારો વારસો, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તક દર્શાવે છે.

મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ શું છે?

મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ પેજન્ટ ભારતની બહાર આયોજિત સૌથી લાંબો સમય સુધી ચાલનારી સ્પર્ધા છે. તેમજ આ સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્પર્ધાએ તેની 31મી વર્ષગાંઠ ઉજવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.