- 2024 પીટી ફાઈવ નામની લઘુ ઉલ્કા ચાંદામામાના નાનાભાઈ
- બનીને સવા મહિના સુધી આકાશમાં ચમકશે
ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો.. ચાંદા મામા દૂર સે. જેવા ફિલ્મી ગીતો અને બાળકોની કલ્પના શક્તિમાં હીરો ચાંદામામા એક જ છે તેવું આપણે શીખ્યા છીએ અને જાણીએ પણ છીએ પરંતુ તારીખ 29 સપ્ટેમ્બર થી 25 નવેમ્બર સુધી આકાશમાં ટેલિસ્કોપથી ચંદ્રમા જેવા નાના ચંદ્રમાં જોવાનો લાહવો મળશે. અવકાશમાં 20 24 પીટીએસ નામ અપાયેલા એક નાના લઘુગ્રહ જેવી ઉલ્કા સૂર્ય આસપાસ પ્રદર્શનના કક્ષમાં પ્રવેશે અને 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી ઊંચે આકાશમાં ટેલિસ્કોપની મદદથી એક નાના ચંદ્રમાના આકારમાં તે દેખાશે આ લઘુગ્રહને ચંદ્રમાં નહીં ચંદ્રમાની પ્રતિકૃતિ ગણી શકાય
– 2024 ઙઝ5 નામનો લઘુગ્રહ. શક્તિશાળી ટેલિસ્કોપ ની મદદથી જોઈ શકાશે જે ચંદ્ર જેવો લાગશે એટલે થોડા દિવસ જાણે કે આકાશમાં ચાંદા મામા ના નાના ભાઈ મહેમાન આવ્યા હોય તેવો નજારો જોવા મળશે.
મીની ચંદ્ર શું છે?
મીની મુન એટલે અવકાશમાં મોટા ગ્રહોમાંથી છૂટો પડેલો પદાર્થ ગણી શકાય જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ભ્રમણ કક્ષામાં આવી જાય છે અને તે થોડો સમય રહેતા હોય છે 7 ઓગસ્ટ 2024 ના રોજ વૈજ્ઞાનિકોને પીટી ફાઈવ નામનું એક લઘુગ્રહ ધ્યાનમાં આવ્યું હતું જેનું ક્ષેત્રફળ 33 ફૂટ વ્યાસ ધરાવતું હોય તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ માંથી બહાર નીકળીને સૂર્ય તરફ જાય તે પહેલા પૃથ્વીની આસપાસ એક ભ્રમણ કક્ષા પૂરી કરશે અને સવા મહિના સુધી ટેલિસ્કોપથી જોઈ
શકાશે. પૃથ્વી નજીક 120 મિલિયન માઈલ ના વિસ્તારમાં આવતા ગ્રહો પીટીએસ તરીકે ઓળખાય છે આવી ઘટના 10 થી 20 વર્ષમાં એકવાર બને છે જોકે પીટીએસ 5 નું કદ માત્ર 10 મીટર હોવાથી તે નરી આંખે જોવું અશક્ય છે તેના માટે ટેલિસ્કોપની મદદ લેવી પડશે અગાઉ આવી ઘટના વર્ષો પહેલા બની હતી હવે 2025 અને ત્યાર પછી 2055 માં નાના ચંદ્રમાં ના દર્શન થશે.