• પ્રક્ષાલન વિધિ માટે બપોર બાદ મંદિર દર્શન માટે બંધ રહેશે
  • મેળો પૂર્ણ થયા બાદ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે
  • માતાજીનાં આભૂષણ સહિત માતાજીની સવારીની સફાઈ કરાશે

Ambaji :પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ આજે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. ત્યારે તેને લઈને અંબાજી મંદિર બપોરે 1:30 વાગ્યાથી બંધ રહેશે અને માઈભક્તો બપોર બાદ માતાજીનાં દર્શન નહીં કરી શકે. આ સાથે અમદાવાદના સોની પરિવાર દ્વારા સમગ્ર મંદિરની તથા માતાજીના સોના-ચાંદીના વાસણોની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવશે.

ambaji 2

કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ?

વર્ષો જૂની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવે છે. તેમજ માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે વાસણની  અમદાવાદના સોની પરિવાર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવે છે. આ દરમિયાન વર્ષમાં એક જ વાર માતાજીનો વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે અને લાખો લોકો આ યંત્રના દર્શન કરી ધન્ય બને છે. આ સાથે પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. તેમજ માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને પવિત્ર જળથી ધોવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.