- આદિત્ય ગઢવીનું “અલબેલી મતવાલી મૈયા’ ખેલૈયાઓ માટે સજ્જ
- સમગ્ર વિશ્વનું સંચાલન કરનારી શક્તિને અર્પણ…“અલબેલી મતવાલી મૈયા”
મળો ગુજરાતના સૌથી નાની ઉંમરના લોકગાયક આદિત્ય ગઢવીને. જે જાળવી રહ્યા છે ગુજરાતના લોકસંગીતની ઓળખને લોકગાયક તરીકે આદિત્ય ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે.
કારકિર્દી
મૂળ સુરેન્દ્રનગરના મૂળી ગામના છે આદિત્ય ગઢવી. જેમના પૂર્વજો મૂળી સ્ટેટના રાજકવિ હતા. નાનપણથી જ આદિત્યનો સાહિત્ય સાથે નાતો હતો. ચાર થી પાંચ વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી.આદિત્યએ ૧૮ વર્ષની ઉંમરથી જ વિવિધ રિયાલિટી શોમાં ભાગ લેવાની શરુઆત કરી દીધી હતી.
પ્રારંભિક જીવન
આદિત્યનો જન્મ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ગુજરાતી ગાયક યોગેશ ગઢવીના ઘરે ૩ એપ્રિલ ૧૯૯૪ના રોજ થયો હતો. આદિત્ય ગુજરાતી સીવાય હિંદી અને મરાઠી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે.
ખલાસી
‘કૉક સ્ટુડિયો ઇન્ડિયા’ માટે આદિત્ય ગઢવીએ ગાયેલું અને અંચિત ઠક્કરે કમ્પૉઝ કરેલું ગીત ‘ખલાસી’ ગુજરાતી ભાષાના સીમાડો વટાવીને બિનગુજરાતીઓના હોઠે ચઢી ચૂક્યું છે. પાકિસ્તાની ગીત ‘પસૂરી’ બાદ ગુજરાતી ગીત ‘ખલાસી’એ રાતોરાત સુપરહિટ બનવાનો મુકામ હાંસલ કરી લીધો છે. ચોરે ને ચૌટે આ ગીતની ગુંજ સંભળાઈ રહી છે. ગુજરાતી પ્રજા અને ગુજરાતી સમાજની ‘સ્ટિરિયોટાઇપ’ છાપને ભૂંસવા લખાયેલું ગીત માત્ર માનવસાહસની જ વાત નથી કરતું, ‘સ્વ’ને શોધવા માટે ખેડાતી સફરની ફિલસૂફી પણ ઉજાગર કરે છે.
- તાજેતરમાં જ 19 સપ્ટેમ્બરએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને લોકોને જણાવ્યું હતું કે…
તમારા ઘરે જો હોમ થીયેટર હોય અથવા મોટું ટી.વી. હોય તો એની ઉપર જ મોટી સાઉન્ડ સીસ્ટમમાં જોજો અને સાંભળજો… અને જો એ ન શક્ય બને તો તમારા મોબાઇલને હેડફોન્સ અથવા ઇયરફોન્સ લગાડીને જોજો અને સાંભળજો… ૧૯મી સપ્ટેમ્બરે ૭ મિનિટ માટે ઘડીક બધું થંભાવી દેવાનું છે… તમને એક અલગ વિશ્વમાં એક્સપોર્ટ કરીને પાછા લઇ આવશું. અને ખરેખર આ એક અદ્ભુત શક્તિનો સંચાર કરાવતા સોંગને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
LYRICS:
અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવોને
દર્શન કરવા તરસે હૈયા ગરબે રમવા આવોને
જેદી ચાચર ચોકે દીઠા તેદી મુજમન વસીયા રે
દર્શન દેવા દીનદયાળી વે’લા વે’લા આવોને
સોળ સજી શણગાર ને માડી
ખડગ ત્રિશૂલને હાથ ધરી
ઓઢી કસૂંબલ ચૂંદલડી માઁ
ગરબે રમવા આવોને
છંદઃ
રંગે રૂપાળી તન તેજાળી જ્યોત ઉજાળી જોરાળી
કોપે વિકરાળી નાગણ કાળી સિંહણ ભાળી રોષાળી
બુઢી અરુ બાળી દીન દયાળી વીશભુજાળી બિરદાળી
ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી
જય જય જુગ ધરની સત્ય ઉચરની સંકટ હરની સુખદાતા
કારન સહ કરની તારન તરની મોદ ઉભરની જુગમાતા
બેહદ જસબરની ભવભયહરની પોખનભરની પરચાળી
ઓખાધરવાળી દેવ ડાઢાળી જય માઁ મોગલ મચ્છરાળી