• રૂપિયા પાંચ કરોડ 44 લાખના કામો કરાયા મંજૂર
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની યોજાઈ બેઠક
  • વિવિધ વિકાસકામોને અપાઇ મંજૂરી

જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.રૂપિયા પાંચ કરોડ 44 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલ નજીક રેલવે ટ્રેકને સમાંતર ઉદ્યોગનગરમાં જવા માટેના ડીપી રોડના કામ સંબંધે મહાનગરપાલિકાએ સૂચનો મંગાવ્યા હતા. પરંતુ સૂચનો આવ્યા ન હોવાથી મહાનગરપાલિકાએ 18મીટર પહોળા ડીપી રોડના અમલીકરણમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. આ અમલીકરણને ધોરણસર મંજૂરી આપી દેવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેશનમાં અધિકારીઓની સીધી ભરતીઓ અને બઢતી સંબંધે પણ નિર્ણય લીધો હતો. આ અગાઉ, મંજૂર થયેલ સેટ અપમાં સુધારાઓ અંગે કમિશનરે કમિટીને દરખાસ્ત મોકલી હતી, જે અનુસંધાને કમિટીએ નિર્ણય લીધો હતો કે, ભલામણ સાથે આ મુદ્દો 24 મી સપ્ટેમ્બરે યોજાનારી જનરલ બોર્ડની બેઠકમાં લઈ જઈ દરખાસ્ત મંજૂર કરવી. જનરલ બોર્ડની મંજૂરી બાદ આ મામલો અધિકારીઓની લાયકાત સંદર્ભે મંજૂર થવા સરકારમાં જશે. આ દરખાસ્ત મુજબ, કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ), એમઓએચ તથા કાર્યપાલક ઈજનેરની જગ્યાઓ સીધી ભરતીઓ અથવા બઢતી મારફતે ભરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીએ આ ઉપરાંત વોર્ડ નંબર 11ના કેટલાંક વિસ્તારોમાં થતાં જલભરાવ અંગે પણ નિર્ણય લઈ આગામી કાર્યવાહીઓ અને કામગીરીઓ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.

સાગર સંઘાણી 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.