માંગરોળ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ ફ્લોપ ગયો હોય તેમ લોકોની ઓછી હાજરી જોવા મળી હતી. જોકે હાલ માંગરોળમાં આવા પ્રોગ્રામમાં નગરપાલિકાની કામગીરીમાં લોકોને સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઉઠવાની સાથે કોઈ કામ માટે આવે તો વસુલાતની અને કાયદાથી જ કામ થશે તેવુ કહેવાતા આવી કામગીરી કરાવનાર લોકો પહોંચ્યા જ ન હતા.
આ સેવા સેતુનો મુખ્ય હેતુ એવો હતો કે લોકોનાં કામો સ્થળ ઉપરજ તાત્કાલિક થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે પરંતુ લોકો જ આવ્યા નહોતા.
જે અંગે વાતચીત કરતા લોકોએ આક્ષેપો કરી જણાવ્યું હતું કે માંગરોળમાં લોકોને નગરપાલિકાના કામ સાથે સફાઈ, ડોર કચરો ઉઘરાવો, રસ્તાઓ પર લાઇટ અને પાણીની જરૂરીયાતો છે. પરંતુ આ બાબતે કોઈ લોકોનું સાંભળતું ન હોય તે રીતે રસ્તાઓ ઉપર કાંકરા ઉડતા જોવા મળે છે અને વાહનો સ્લીપ થયાના બનાવો બન્યા હોવાનું જાણવા મળે છે.
તેમજ વધુ માં આક્ષેપો કરતા લોકોએ જણાવ્યું હતું કે રાહદારીઓ આળસ પાડોશમાં રસ્તા ઉપર રહેલ મકાનો કે મોટરસાયકલ તાલુકો કોઈ વાહનની પાછળ ચાલી શકતું નથી ધૂળની ડમરીઓ ઉડે છે પરંતુ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
જ્યારે આ બાબતે માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે દરખાસ્ત કરી ચ.એટલે દરખાસ્ત મંજૂર થશે કે તરત જ રસ્તા બનાવવામાં આવશે.
નીતિન પરમાર