• CSIC સર્ટિફિકેટ, કમાન્ડો યુનિફોર્મ, ડોક્યુમેન્ટ્સ સાથે બોગસ અધિકારી ઝડપાયો
  •  9 મહિનાથી ખોટી ઓળખ આપી પૈસા પડાવતો

સુરત: ગુજરાતમાં એક પછી એક નકલી અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ અવિરત ચાલુ છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આવા જ અધિકારી ને જળપ્યો છે આ આરોપી નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી-ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતો હતો.

ર્મી ઓફિસર બનવાનું સપનુ હતું…. 

સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આ અંગે મળેલી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની 25 વર્ષીય આરોપી હિમાંશુ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે. આ પકડાયેલા આરોપીની જ્યારે પ્રાથમિક પૂછપરછ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, નાનપણથી જ તેનું આર્મી ઓફિસર બનવાનું સપનું હતું. પોતાના આ સપનાને પૂર્ણ કરવા માટે તેણે આવા હથકંડા અજમાવ્યા હતા. 

 ખોટી ઓળખ આપી લોકો સાથે મારતો છેતરપિંડી:

આ અંગે વધુ માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી એ જણાવ્યું હતું કે, છેલ્લા 9 મહિનાથી આ આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલવાળી પ્લેટ લગાવી અને પોતાની પાસે રહેલી એરગન અને બોગસ બનાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ અને યુનિફોર્મ સાથે શહેરમાં ફરી રહ્યો હતો. આ તમામ નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્કમટેક્સની ખોટી ઓળખ આપી લોકો ને ધમકાવી પૈસા પડાવતો હતો.

સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ઓળખ આપી કરી છેતરપિંડી

  1. લોકોમાં રોફ જમાવવા તેણે સિનિયર ઇન્સ્પેક્ટર તરીકેનું નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનોમાં ઉપયોગમાં થતી નંબર પ્લેટ બનાવડાવી પોતાના માલકીની ગાડીમાં લગાડીને ફરતો હતો. આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરી લોકોને પોતે સેલ્સ ટેક્સના સિનિયર ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના નામે અલગ-અલગ લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. ત્યારે આ આરોપીની ધરપકડ કરી પોલીસે તેની ગાડી સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.