- લોચા -લાપસી 20 સપ્ટેમ્બરે રીલીઝ
- ટોટલ મિસ્ટ્રી અને કોમેડી સાથેની ફિલ્મ
- મલ્હારના પ્રોડક્શન હાઉઝ ટિકિટ એન્ટરટેનમેન્ટ હેઠળની ફિલ્મ
અરે! રે! લોચા પડી ગયા…આ શબ્દો ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તો વારંવાર બોલાય છે. ત્યારે હવે લોચા -લાપસી નામની ફિલ્મ પણ આવી રહી છે. ઘણા સમયથી રાહ જોઈ રહેલા ચાહકોની ઉત્સુક્તાનો હવે અંત આવ્યો છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, દિવંગત અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય , ચિરાગ વોરા અને ચેતન ધાનાણી સહિતના દીગજ્જ કલાકારો જોવા મળેશે. આ ફિલ્મના ડિરેક્ટર સચિન બ્રહ્નભટ્ટ છે. અને ફિલ્મના પ્રોડ્યુસર પણ મલ્હાર ઠાકર છે. તેમજ મલ્હારના પ્રોડક્શન હાઉઝ ટિકિટ એન્ટરટેનમેન્ટ હેઠળ આ ફિલ્મ બની છે. દુ:ખની વાત એ છે કે આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી રહી. આ ફિલ્મ તેમની પ્રથમ અને અંતિમ ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મ વિશે :
આ ફિલ્મમાં ટોટલ મિસ્ટ્રી અને કોમેડી સાથે રોડ જર્ની બતાવી છે.. એટલે એવું કહેવાય કે હિરેલીયસ રોડ જર્ની આ ફિલ્મમાં જોવા મળશે. ઓડિયન્સને જેવો મલ્હાર જોવો ગમે છે એવું જ મલ્હાર આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં મલ્હાર એન્જીનીયર છે જેણે એક લોક બનાવ્યું છે. આ એવું લોક છે કે જેનાથી કોઈ પણ પ્રકારના દરવાજા ખુલી જાય છે. આ ફિલ્મની સ્ટોરીમાં એક ડ્રાઇવર નોર્મલ વ્યક્તિને લિફ્ટ આપે છે, પણ લિફ્ટ આપ્યા બાદ ધીમે ધીમે સ્ટોરી આગળ વધતી જાય છે. જેમાં અનએક્સપેક્ટેડ ટન્સ એન્ડ ટ્વિસ્ટ સાથે આ ફિલ્મ આગળ વધે છે. આ સફરમાં શું થાય છે તે જોવાની મજા તો સીનેમાઘરોમાં જ આવશે.
ડાયરેક્ટર :
આ ફિલ્મના ડાયરેક્ટર સચિન બ્રહ્મભટ્ટ છે. જેમણે નીલકંઠ, બાઘડબીલ્લા તેમજ આ ત્રીજી ફિલ્મ લોચા લાપસીનું ડિરેક્શન કર્યું છે.
પ્રોડ્યુસર :
આ ફિલ્મનું શૂટિંગ મલ્હારના પ્રોડક્શન હાઉઝ ટિકિટ એન્ટરટેનમેન્ટ હેઠળ કરવામાં આવ્યું છે. તેમજ મલ્હાર ઠાકરે ખુદ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે.
અભિનેતા મલ્હાર ઠાકર :
આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સૌના લોકપ્રિય મલ્હાર ઠાકર છે. જેમને ગુજરાતી ફિલ્મમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે નટકોથી શરૂ કરીને અગણિત ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં છેલ્લો દિવસ, ઓમ મંગલમ સિંગલમ, શું થયું ?, વીર-ઈશાનું શ્રીમંત, ધુંઆધાર, લવની ભવાઇ, શરતો લાગુ, ગજબ થઈ ગયો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય :
આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે વૈભવી ઉપાધ્યાય ઉમદા કામગીરી કરી છે. વૈભવી ઉપાધ્યાયે આ અગાઉ અભિનેત્રીએ CID, સારાભાઈ વર્સિસ સારાભાઈ, દિપીકા પાદુકોણ સાથે છપાક ફિલ્મમાં, સિટી લાઇટ્સ, કયા કસૂર હે અમલા કા, સંરચના, પ્લીસ ફાઇન્ડ અટેચમાં કામ કર્યું છે.