• સ્વચ્છતા હી સેવા અંતર્ગત
  • બહોળી સંખ્યામાં લોકોનું રેસકોર્ષ, બાલભવન રોડ પર સફાઈ અભિયાન

દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓકટોબર  2014ના રોજ એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં  સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરેલ હતી. સ્વચ્છતાના જન આંદોલનની આગેવાની કરતા પ્રધાનમંત્રીએ લોકોને  આહવાન કર્યું હતુ કે આપણે સૌ એક સાફ અને સ્વચ્છ ભારતના મહાત્મા ગાંધીના સ્વપ્નને પુરૂ કરીએ  વડાપ્રધાનના આહવાન બાદ દેશભરનાં લોકો સક્રિય રૂપથી સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ થયા હતા.

આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની  ઉજવણીના ભાગરૂપે 17  સપ્ટે.થી 31 ઓકટો. સુધી સ્વચ્છતા હી સેવા   2024 પખવાડિયાની રાજયવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.ભારત સરકાર  દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.17/ 9  થી તા. 2/10  સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા   સવારે  7:00 કલાકે યોગા સેન્ટર, એથ્લેટિક્સ ટ્રેક ગ્રાઉન્ડ પાસે, રેસકોર્ષ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ યોગ શિબિરમાં યોગ ટ્રેઈનર દ્વારા ભાગ લેનાર નાગરિકોને યોગ કરાવવામાં આવેલ તેમજ યોગ શિબિર કાર્યકમ બાદ નાગરિકો દ્વારા રેસકોર્ષ ખાતે બાલભવન રોડ પર શ્રમદાન આપી સફાઈ કરવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અંગે માહિતગાર કરવામાં આવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.