• મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં સતત વધારો
  • છેલ્લા 15 દિવસમાં વાયરસ ઇન્ફેક્શનના 2300 થી વધુ કેસ
  • ઝાડા ઉલટી 390 કેસ, મેલેરિયામાં 54 પોઝિટિવ કેસ, ડેન્ગ્યુમાં 87 પોઝિટિવ કેસ
  • જી.જી. હોસ્પિટલમાં દર્દીઓનો સતત ઘસારો

જામનગરમાં ફરી એક વાર રોગચાળો વકર્યો હોઈ તેવી રીતે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાંOPDમાં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા 450 જેટલા દર્દીઓ આવતા હતા ત્યાં હાલ આ સંખ્યા વધી ને 550-600 અને કેટલીકવાર 700 સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, IPDમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા 60 થી 80 હતી.  જે હવે વધીને 110-130 અને કેટલીકવાર 150 સુધી પહોચે છે.

હોસ્પીટલમાં આવનારા કેસોમાં સૌથી વધુ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસો જોવા મળે છે. ત્યારે હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાતો હોઈ તેવી શક્યતા વધી ગઈ છે. ત્યારે ડોકટરો દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. જેથી દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે.

ત્યારે હાલ સતત કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ તેમજ હોસ્પિટલ દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવા આપીલ કરવામાં આવી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.