જન્મદિવસની પાર્ટી હોય કે લગ્નની એનીવર્સરી, કેક વિના ઉજવણી અધૂરી છે. જો કે, ઉજવણી કરવા માટે, મોટાભાગે કેક બહારથી માંગવામાં આવતી હોઈ છે. પરંતુ બહારથી કેક મંગાવવાને બદલે ઘરે જ બહાર જેવી કેક બનાવી શકી તો….?
તો બાળકો થી લઇ ઘરના વડીલો સુધી બધાને ખુશ કરવા આજે જ આ રેસીપી આપનાવી ઘરેજ બહાર જેવી સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવો,
સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવવાની સામગ્રી:
દહીં – 1 કપ
પનીર – અડધો કપ
સ્ટ્રોબેરી – 200 ગ્રામ
ગ્લુકોઝ બિસ્કિટ – 250 ગ્રામ
માખણ – અડધો કપ
અડધો કપ ખાંડ
ક્રીમ – 1 કપ
જિલેટીન – 3 ચમચી
પાણી – અડધો કપ
સ્ટ્રોબેરી ચીઝ કેક બનાવવાની રીત:
સૌ પ્રથમ ઉપર જણાવેલ સામગ્રી તૈયાર કરો. પછી પેકેટમાંથી બિસ્કીટ કાઢીને બ્લેન્ડ કરી લો અને બાઉલમાં કાઢી લો. હવે માં માખણ ઉમેરો. બરાબર મિક્સ કરીને આકાર આપો. ત્યાર બાદ તેમાં સ્ટ્રોબેરી અને ખાંડ ઉમેરીને પીસી લો. આ પછી, દહીં અને ક્રીમ મિક્સ કરો અને તેને ફરીથી પીસી લો. – હવે તેમાં બાકીની સામગ્રી મિક્સ કરો. હવે રેફ્રિજરેટરમાં રાતોરાત સેટ કરવા માટે મૂકો. ગાર્નિશ માટે સ્ટ્રોબેરીનો ઉપયોગ કરીને સર્વ કરો. તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી ચીઝ કેક….