• અનોખી લાયબ્રેરી
  • લાયબ્રેરીના 5માં ચેપ્ટરમાં 5000 જેટલા વિદ્યાર્થીઓએ જોડાઇને માનવ પુસ્તકોનું કર્યું રસાસ્વાદ

આજે ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ દ્વારા ક્રાઇસ્ટ હ્યુમન લાયબ્રેરીનું પમુ ઐતિહાસિક ચેપ્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5,000 થી વધુ વિદ્યાર્થીઓ આ ઈવેન્ટમાં જોડાયા હતા. હ્યુમન લાઇબ્રેરીની વિભાવના, જ્યાં વ્યક્તિઓ તેમની અંગત વાર્તાઓ અને અનુભવોને “માનવ પુસ્તકો” તરીકે શેર કરે છે, તેને લોકપ્રિયતા મળી છે, ખાસ કરીને ક્રાઇસ્ટ કોલેજ આ પહેલ રજૂ કરનારી સૌરાષ્ટ્રમાં પ્રથમ છે.

આ ઐતિહાસિક સત્રમાં, 12 “માનવ પુસ્તકો” ક્રાઇસ્ટ કોલેજના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ સાથે તેમની મુસાફરી અને આંતરદ્રષ્ટિ શેર કરવા પાછા ફર્યા. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, તેઓ વર્તમાન વિદ્યાર્થી સંગઠન માટે રોલ મોડેલ તરીકે સેવા આપતા, કોલેજના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાયા હતા. આ સત્રો સમગ્ર કોલેજ કેમ્પસમાં અલગ-અલગ કુદરતી વાતાવરણમાં યોજાયા હતા. જે શીખવા માટે પ્રેરણાદાયી પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે.

ક્રાઈસ્ટ કોલેજના ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમ્નાએ રાષ્ટ્રમાં તેમના યોગદાન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં તેમની વાર્તાઓના મહત્વ પર ભાર મૂક્યો. તેઓએ કહ્યું હતું કે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમણે મુખ્ય વક્તા શ્રીમતી નેહા પારેખને વિશેષ પ્રશંશા કરી, જેમણે તેમના 2.4 મિલિયન યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ સાથે આરોગ્યપ્રદ વાનગીઓ શેર કરીને આરોગ્યના ક્ષેત્રમાં નોંધપાત્ર અસર કરી છે. ડો.થોમનનાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર માન્યો હતો અને કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા હતા. ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરી લાખો વિદ્યાર્થીઓના શીખવા અને પ્રેરણા માટેનું મૂલ્યવાન પ્લેટફોર્મ બની રહી છે.

એક અનોખી લાઇબ્રેરી એટલે હ્યુમન લાઇબ્રેરી: ફાધર જોેમના થોમન

‘અબતક’ સાથેની વાતચીતમાં ફાધર ડોક્ટર જોમના થોમન ક્રાઇસ્ટ કોલેજમાં હ્યુમન લાઈબ્રેરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 5 ચાપટર શરુ થઇ છે. લાસ્ટ એક વર્ષ પહેલા હ્યુમન લાઈબ્રેરી તરીકે શરુ કરવામાં આવ્યું. લાઈબ્રેરી બૂક્સના બદલે બૂક્સ તરીકે માણસો આવીને એમની લાઈફ સ્ટોરી કહેવામાં આવે. જેમનું સ્ટુડન્ટ તરફથી અને બહારના વ્યક્તિ તરફથી ખુબ પ્રોત્સાહન મળ્યું. આ વિચાર એટલા માટે આવ્યો કે લાઈબ્રેરીમાં સ્ટુડન્ટ બોવ ઓછા જતા જોવા મળે છે તેને લઈને આ એક વિચાર રાજુ કરી એને એમના પર આ આયોજન કરવામાં આવ્યું.

હ્યુમન લાયબ્રેરી ધરાવતી ક્રાઇસ્ટ કોલેજ સૌરાષ્ટ્ર ની પ્રથમ કોલેજ: ડો જીતેન કક્ક્ડ

ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ દ્વારા એક ખુબ ક્રીએટિવ અને ઇનોવેટિક વિષય નું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાઇસ્ટ હ્યુમન લાયબ્રેરી. હ્યુમન લાયબ્રેરી ખુબ જ પ્રખ્યાત કોન્સેપટ છે.ક્રાઇસ્ટ કોલેજ સૌરાષ્ટ્ર માં ફર્સ્ટ  કોલેજ છે જેમને આ આયોજન કર્યું છે. હ્યુમન લાયબ્રેરી નો કોન્સેપટ એવો હોય છે કે જે લોકો એમની લાઈફ માં કંઈક કર્યું હોય છે  જેમનો પરિશ્રમ સમય વિતાવીને આગળ આવ્યા

હોય છે તે લોકો સ્ટુડન્ટ ને હ્યુમન બૂક્સ બનીને તેમના વિશે માહિતી આપે છે. હ્યુમન લાયબ્રેરી નું 5 મુ ચેપટર છે. 12 લોકો હ્યુમન બૂક્સ તરીકે આમાં જોડાયા છે. ક્રાઇસ્ટ કોલેજ એવું માણે છે કે અમારા એલુમનાઈ સ્ટુડન્ટ છે તે જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. તે લોકો ખુબ સકસેસફુલ છે તે લોકો દેશ ના ડેવલોપમેન્ટ માટે ખુબ જમહેનત કરી રહ્યા છે.

12 માનવ પુસ્તકનો ઇતિહાસ રચાયો : ચેતન પાઠક

‘અબતક’ સાથેની વાતચીતમાં ચેતન પાઠકે જણાવ્યું હતું તે અમે લોકો આ હ્યુમન લાઈબ્રેરી છેલ્લા એક વર્ષ થી શરૂ કરી છે. લગભગ આખા રાજકોટમાં આ પહેલી વખત બન્યું છે. ડેનમાર્કમાં શરૂ થયેલ આ કોન્સેપ્ટ ફાધરના કહેવાથી અમે આ કાર્યક્રમ કર્યું છે. જેમ એમને જણાવ્યું કે લાઈબ્રેરી સુધી બાળકો ને લઇ જવા માટે મુશ્કેલ પડે છે તો એમને એક અલગ રીતે જેમાં બાળકોને કંટાળો આવે નો આવે અને એ વ્યક્તિના

માધ્યમથી જે લોકોમાંથી કંઈક બાળકોને શીખવા મળે એ માધ્યમથી બાળકોમાં એક અલગ વિચાર મળે એ માટે નો આ કાર્યક્રમ કરવમાં આવેલ છે. આજે આ હ્યુમન લાઈબ્રેરીનો 5 મોં ભાગ છે. આજના દિવસે પણ 12 હ્યુમન બૂક્સ એટલે કે બાર લોકો પોતાના જીવનનું અલગ અલગ વક્તવ્ય આપશે.

માણસનું જીવન જ એક પુસ્તક છે: વિધિ જાની

‘અબતક’ સાથેની વાતચીતમાં વિધિ જાનીએ જણાવ્યું હતું કે ક્રાઇસ્ટ કોલેજની વિદ્યાર્થીની છું. ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીનો કોન્સેપ્ટ  યોજવામાં આવ્યું હતું. જે આજના યુગમાં  પુસ્તકો વાંચવા ગમતા નથી. પણ ક્યારેય આપડે એવું નથી વિચાર્યું કે પુસ્તકની સાથે સાથે માણસોને પણ વાંચીયે અને આ જે કોન્સેપટ છે કે તમે પુસ્તક ની સાથે સાથે માણસોના જીવનનો અમૂલ્ય ભાગ છે કે જે એમની સ્ટોરી એમની કથા અને વાત એક પુસ્તક

રૂપે પોતે રાજુ કરે છે. આંજે શ્રેષ્ઠ વિચાર છે એ અમારા ડાયરેક્ટર ફાધર ડો.જોમોન થોમ્મનાનો છે. બધાના યોગદાનથી આજે ક્રાઇસ્ટ કોલેજનો જે આ કોન્સેપટ છે જે સફળ બન્યો છે. એક સાથે બોવ બાધા લોકો ને ભેગા કરવામાં આવે બાધા પોત પિતાના જીવન વિશે કહેશે અને જેમને એમના જીવન વાત પોતાના જીવન ને અનુરૂપ હશે તો એ વ્યક્તિ એમની ટીમમાં જોડાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.