- સ્ત્રીઓ માટે સ્ત્રીઓ દ્વારા સંચાલિત
- સ્ટુડિયોમાં નાંદના પ્રિન્ટ, તારાપુર, નુઇ શિબોરી કચ્છી હેન્ડવર્ક સહિતની બ્રાન્ડનું એકસકલ્યુઝીવ કલેકશન જોવા મળે છે
- વન ઝીરો વન ઝીરો સ્ટુડિયોના પ્રણેતા કોમલ વૈષ્ણવના લોકોમાં કલા – સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો
ભારતમાં વાઇબ્રેન્ટ કલાત્મક રાજયોનું મિશ્રણ છે. અને તેમાંથી ગુજરાત એક છે. ગુજરાતની પ્રખ્યાત હસ્તકલાઓ તેનું મુખ્ય ઉદાહરણ છે. ગુજરાતનો લગભગ દરેક જિલ્લો કલાના વિવિધ પ્રકારોમાં નિષ્ણાંત છે. પરિણામે, કલા સંસ્કૃતિ અને હસ્તકલા ગુજરાતી લોકોના જીવનમાં નોંધપાત્ર ભાગ ભજવે છે. કોઇપણ રાજય કે શહેરની કલા તેની પોતાની સંસ્કૃતિનો પડછાયો છે. ગુજરાત ફકત તેની સંસ્કૃતિમાં જ નહી પરંતુ એક પરંપરામાં પણ સમૃઘ્ધ છે.
શોધ ના પ્રારઘ્ધને.. રેખા હાથમાં, થોડું તો કાંડામાં કૌવત જોઇએ… માત્ર ગુજરાત જ નહીં પણ દેશના ખુણે ખાચરેથી ભાતીગળ સંસ્કૃતિ અને લુપ્ત થઇ રહેલી કલાનો શોધી કાઢી રાજકોટના 1010 ના આઉટલેટ દ્વારા કલા પ્રેમીઓ સમક્ષ રજુ તો કરી છે પણ સાથે સાથે આ કલાકારોને જેમાં ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભરતાનો અરીસો બતાવીને વિશાળ પ્લેટફોર્મ પર પુરુ પાડયું છે. કલા સંસ્કૃતિનો બહોળો ચાહક વર્ગ ધરાવતા રાજકોટવાસીઓ ને અહી બેઠા દેશની અલગ અલગ પ્રાંતની કલા મળી રહે છે એ પણ એકસકલુઝીવ ડિઝાઇન સાથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઇન્ડિયા અને વોકલ ફોર લોકલના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવાનો મોકો છે. ટૂંક સમયમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો ટકોરા મારી રહ્યા છે. ત્યારે આ ફેસ્ટિવલ સિઝનમાં પરંપરાગત પહેરવેશ અને વિવિધ રાજયોની કલાથી સજજ વસ્ત્ર પરિધાનની શોધ કરતા હોય છે. જે હવે રાજકોટના અમીન માર્ગ પર ગંગા હોલની સામે આવેલા 1010 એકસકલુઝીવ આઉટલેટ પરથી મળી રહેશે.
એક સંકલ્પને લઇને 1010 ફેશન સ્ટોર 2023માં રાજકોટ શહેરમાં ભારતની કાપડ ઉઘોગની જાણીતી હસ્તકાલાથી તૈયાર થયેલા વસ્ત્રોનો સ્ટોર ખોલવામાં આવ્યો. 1010 બ્રાન્ડના મિશન વિઝન માં સર્વ પ્રથમ દેશ સેવા અને બીજી સમાજ સેવાનો દ્રઢ નિશ્ર્ચય દેખાય છે. સંપૂર્ણ જવાબદારી પૂર્વક પર્યાવરણને હાનિ ના પહોંચે અને દેશનો વારસો અને સંસ્કૃતિ જળવાય તેવું 1010 નું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. થોડા વિસ્તારથી જોઇએ તો સ્ત્રીઓ માટે સ્ત્રીઓ દ્વારા બનાવેલા વસ્ત્રોનું ઉત્પાદન કરવું ગામડાની સ્ત્રીઓને નિ:શુલ્ક વર્કશોપના આયોજન દ્વારા હસ્તકલા શિખવાડવી હસ્તકલા શિખવાડયા બાદ રોજગાર
આપવો પર્યાવરણ ને નુકશાન થાય તેવા કેમીકલ વાપરવા નહીં. પ્લાસ્ટિક પ્રોડકટસ શકય હોય ત્યાં સુધી ના વાપરવી દેશના કાપડ ઉઘોગ અને વસ્ત્રોત્પાદન ક્ષેત્રે વારસો અને સંસ્કૃતિ જાળવી રાખવી
અલગ અલગ પ્રાંતની એકસકલ્યુઝીવ ક્રાફટસ મળશે
નાંદના પ્રિન્ટ, ઇકો પ્રિન્ટ, તારાપુર પ્રિન્ટ, નુઇ શિબોરી, ઇન્ડોનેશિયન બાટીક, અલીઝરીન પ્રિન્ટ, શિબોરી, કલમકારી, બધેજ, ટાંગલીયા, જામદાની, અજરજ, દાબુ પ્રિન્ટ, કચ્છી હેન્ડવર્ક, મહેશ્ર્વરી શિલ્ડ
આગામી વર્ષોમાં વિવિધ શહેરોમાં સ્ટોર અને ફેન્ચાઇઝી આપવાનું પ્લાનીંગ: કોમલ વૈષ્ણવ
ઝીરો વન ઝીરો સ્ટુડિયોના પ્રેણતા કોમલબેન વૈષ્ણવએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, અમે આ સ્ટોર 2023 માં ખોલ્યો હતો. આ સ્ટોરનું ઉદઘાટન અમારા આર્ટીઝન અને કામ કરતી બહેનોના હસ્તે કર્યુ હતું. અમે ભારતની કલા અને સંસ્કૃતિના વારસાને જાળવી રાખવાના પ્રયાસો કરીએ છીએ. અમે ઘણા રાજયોમાં ફરીને હસ્તકલાના કલાકારોને શોધી તેમની સાથે રહી ખુબ ઉંડાણ પૂર્વક પેઢી દર પેઢી ચાલી આવતા આપણા સાંસ્કૃતિક વારસાનો અભ્યાસ કર્યો હતો. અમારા સ્ટોરમાં હસ્તકલા, વીવીંગ, પ્રીન્ટીંગ સહીતની અલગ અલગ ડિઝાઇનમાં ગારમેન્ટમાં દુપટ્ટા, સાડી સહિતની અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે. અમે જે મહિલાઓને વિવિધ કલાઓ શીખવી હોય તો તે માટે ટ્રેનીગ આપીએ છીએ. હાલ અમે 250 બહેનોને ટ્રેનીંગ આપીને તેને રોજગારી આપીએ છીએ. કોઇપણ બહેનોને કામ કરવું હોય તો તેઓને શિખવાડીશું અને તેને પગભર બનાવીશું.
અમને આર.કે. યુનિ.નો ઘણો સપોર્ટ રહ્યો છે. સાથે રાજકોટના હસ્તકલા વિભાગનો પણ ખુબ જ સારો સહકારી મળ્યો છે. અમે એક વર્ષથી સ્ટોર ખોલ્યો છે. અમે ઘણા શહેરોમાં એકઝીબીશન કરેલ. અને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યોં આપણી કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે અનેક પ્રયાસો કરીએ છીએ.
આગામી વર્ષોમાં 7 મોટા શહેરોમાં સ્ટોર ખોલવાનું તથા ફેન્ચાઇઝી આપવાનું પણ પ્લાનીંગ છે.