• વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો માર્ગ હવે સરળ બની ગયો છે.
  • રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના અહેવાલ બાદ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

વન નેશન વન ઇલેક્શનઃ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાનો માર્ગ હવે સરળ બની ગયો છે. એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના રિપોર્ટ બાદ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

એક દિવસ પહેલા અમિત શાહે પણ આ વાતનો સંકેત આપ્યો હતો.

વન નેશન વન ઇલેક્શનઃ દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાનો માર્ગ હવે સરળ બની ગયો છે. એક દેશ, એક ચૂંટણીના પ્રસ્તાવને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના રિપોર્ટ બાદ કેબિનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

મોદી સરકારે હવે દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર અને યુપી જેવા તમામ રાજ્યોમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે મોટું પગલું ભર્યું છે. મોદી કેબિનેટે બુધવારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રસ્તાવને મંજૂરી આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી, ત્યારબાદ હવે આ વિકાસ સામે આવ્યો છે. પીએમ મોદીએ દલીલ કરી હતી કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરે છે.5 21

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 લોકોએ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. જ્યારે 15 પક્ષો તેની વિરુદ્ધ હતા. 15 પક્ષો એવા હતા જેમણે જવાબ આપ્યો ન હતો.

કેન્દ્રમાં એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી (આર) મોટી પાર્ટીઓ છે. જેડીયુ અને એલજેપી (આર) એક દેશ, એક ચૂંટણી માટે સહમત છે, જ્યારે ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જેડીયુ અને એલજેપી (આર) એ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપીને કહ્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો ન હતો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.