સુરત: સિવિલ હોસ્પિટલનાં કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હતી. જેમાં 10 થી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો. જેથી હોસ્પિટલમાં આવેલ દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, આ સાથે સિવિલ હોસ્પિટલના મેઈન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી કરી હતી.

તેમજ યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા. ત્યારે વધુ માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલના અલગ-અલગ ૪ વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. ત્યારે વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી. ત્યારે વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા. તેમજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા. ત્યારે કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારા મારી કરવાની સાથે તોડફોડ કરી હતી.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.