દાહોદ: એસટી વિભાગ્ય નિયામક બી.આર. ડીંડોરે સ્વચ્છતા હી  સેવા અંતર્ગત લીમખેડા એસટી ડેપો સહિત દેવગઢબારિયા ધાનપુરમાં સ્વચ્છતા હી સેવા સફાઈ અભિયાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

સ્વચ્છતા હી સેવા સફાઈ અભિયાન અંતર્ગત વિભાગીય નિયામક બી. આર. ડિંડોરના માર્ગ દર્શન હેઠલ લાઈઝનીગ અધિકારી વી કે રાઠવા, ડેપો મનેજર એસ એસ પટેલ તેમજ કર્મચારીઓ મુસાફર જનતાને બારિયા ડેપો અને ધાનપુર લીમખેડાના બસ સ્ટેન્ડ ખાતે થી સ્વચ્છતા હી સેવાની શરૂવાત કરવામાં આવી હતી

જે અંતર્ગત એસટી વિભાગીય નિયામક બી. આર. ડીંડોરે જણાવ્યું હતું કે ગુજરાતની બસો અને બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મુસાફર જનતા તેમજ ગ્રામજનો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા

“હું પ્રતિજ્ઞા લવ છું કે હું સ્વચ્છતા પ્રત્યે પ્રતિબંધ રહીશ અને આ માટે સમય ફાળવી , હું સ્વચ્છતા માટે સ્વેચ્છાએ કામ કરવા માટે દર વર્ષે સો કલાક  એટલે કે અઠવાડિયામાં બે કલાક ફાળવીશ  હું ગંદકી કરીશ નહીં અને અન્યને પણ ગંદકી કરવા દઈશ નહીં. તેમજ હું જાતે મારા પરિવાર સાથે મારા વિસ્તાર ગામ તેમજ મારા કાર્યસ્થળથી સ્વચ્છતા ની શરૂઆત કરીશ.”

અભેસિંહ રાવલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.