• 3 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ
  • પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ

UAE emerges as potential host of 2024 Women's T20 World Cup: Report | Cricket News - Times of Indiaમહિલા T20 વર્લ્ડ કપ 2024 :

ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024નું સુધારેલું શેડ્યૂલ બહાર પાડ્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંની ખરાબ સ્થિતિને કારણે તેને UAEમાં શિફ્ટ કરવામાં આવ્યુ હતું.

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ:

ICC એ મહિલા T20 વર્લ્ડ કપ 2024 ના સુધારેલા શેડ્યૂલની જાહેરાત કરી છે. વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2024 શરૂઆતમાં બાંગ્લાદેશમાં આયોજિત થવાનો હતો, પરંતુ ત્યાંની ખરાબ પરિસ્થિતિને જોતા, તેને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટની મેચો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અને દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ દિવસે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાશે.

Women's T20: World Cup schedule announced, know when India's match is

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ :

જો ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે. આ વખતે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં કુલ 23 મેચ રમાશે. આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી ચાલશે. આ વખતે સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

ટીમોને 2 જૂથોમાં વહેંચાઇ:

આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા છે. જ્યારે ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બંને ગ્રૂપમાં ટોચની બે ટીમો જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમી ફાઈનલ મેચ દુબઈમાં રમાશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.