ગીર સોમનાથ: આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વેરાવળ ખાતે ભારતીય જનતા પાર્ટી – ગીર સોમનાથ અને શહેર ભાજપનો સહયોગ મળ્યો હતો. પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર , જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, શહેર પ્રમુખ દેવા ધારેચા, ડો. જયેશ વઘાસિયા, ડો.સંજય પરમાર, જયેશ પંડયા, મંજુલાબેન સુયાણી, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જયદેવભાઈ જાની સૌએ રેડ ક્રોસની મુલાકાત લઇ બ્લડ ડોનેશનની શરૂઆત ડો.વઘાસિયાથી કરી હતી.
આજ રીતે જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે કલેકટર દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને એડી.કલેકટર શ્રી રાજેશ આલ સાહેબના સઘન પ્રયાસોથી રક્તદાન શિબિર યોજાઇ હતી. પોલીસ અધિક્ષકશ્રી મનોહર સિંહ જાડેજા અને ડીડીઓ મેડમ સ્નેહલ ભાપકર તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
રેડ ક્રોસ તરફથી યોજાયેલ આ બન્ને રક્તદાન શિબિરમા રેડ ક્રોસ ચેરમેન કિરીટ ઉનડકટના માર્ગદર્શન હેઠળ ગીરીશ ઠક્કર, પરાગ ઉનડકટ, સમીર ચંદ્રાણી, અનિષ રાચ્છ, મુકેશ ચગ અને ગીરીશ વોરા સૌએ સઘન કામગીરી હાથ ધરી હતી. રેડ ક્રોસ સ્ટાફ સભ્યોએ વેરાવળ અને ઇણાજ ખાતે ડો.ખેવનાબેન કારાવડીયાની દોરવણી હેઠળ સુંદર સેવા આપી હતી.