ઉપલેટા: દ્વારકાધીશ સોસાયટી અવધ ગ્રુપ એક અનોખી પહેલ કરી ગોબર અને માટી માંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી અને ગણપતિનું બનાવવામાં આવ્યા હતા. ગણપતિ સ્થાપનામાં રોજે રોજ નાના બાળકો માટે રંગોળી સ્પર્ધા રમતગમત સ્પર્ધા એવુ અવનવું કાર્યક્રમ રાખવામાં આવતા હતા. તેમજ ઇકો ફ્રેન્ડલ ગણપતિ બાપા જે ગોબર અને માટેથી બનાવેલા ગણપતિ બાપા નું વિસર્જન પંડાલમાં કરવામાં આવ્યું હતું. જે જીવ સૃષ્ટિ પર્યાવરણને કોઈ નો નુકસાન ન પહોંચે તે માટેનું એક પહેલ ઉપલેટામાં અવધ ગ્રુપ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી કરવામાં આવી હતી.

ત્યારે ગણેશજીનું વિસર્જન પંડાલના આંગણે મોટા પાણીના ટબમાં અંદર કરવામાં આવ્યું હતું. જેથી તે પાણી પાછું વૃક્ષ વાવેલા હોય તેમાં ઉપયોગમાં લઈ શકાય અને પાણીનો પણ ખોટો બગાડ ના થાય તેવું તમામ ઉદાહરણ અવધૂત દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે દ્વારકાધીશ ઉપલેટામાં ઉજવાતા ગણપતિ ઉત્સવના ગ્રુપોને એક નવું અને અનોખું ઉદાહરણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી અવધ ગ્રુપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું

ભરત રાણપરીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.