સુરતમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાનું ધામધૂમ પૂર્વક વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આજે અનંત ચૌદશ (Anant Chaudash is Ganesh Visarjan day ) એટલે કે ગણેશ વિસર્જનનો દિવસ (Surat Ganpati Visarjan Day)ભક્તોએ ગણેશજીની નવ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે ગણપતિ બાપાને આંખો ભીની વિદાય આપી રહ્યા છે. લોકોએ જાહેરમાં દૂંદાળા દેવને નવ દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હતા. શહેરમાં નાના મોટા મંડપ ભંડારો સોસાયટી ફ્લેટ ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી.

Screenshot 2 7

બાપાના ભક્તો બાપાને હાથેથી, ટૂ વ્હીલ, ફોર વ્હીલ ગાડી, રીક્ષા, અથવા પાલખીમાં ઢોલ નગરા સાથે વિસર્જન માટે નીકળી રહ્યા છે. ગણપતિ બાપાને ઢોલ નગારા ડીજેના તાલે ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢી વિસર્જન માટે નીકળ્યા છે.

Screenshot 3 7

ત્યારે ગણેશજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ SMCએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું પણ નિર્માણ કર્યું હતું. આ સાથે  ગણપતિ બાપા મોરીયા પૂર્ચા વર્ષી લવકારીયાના નાદ આજે આંખો ભીની વિદાય આપી રહ્યા છે. સુરતમાં કુલ 80 હજાર જેટલી ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. આજે વહેલી સવારથી઼ આખું શહેર ગણપતિ બાપા મોરીયા પૂર્ચા વર્ષી લવકારીયાના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે..

Screenshot 4 5

જે અંતર્ગત રામજી ફુવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી હતી. તેમજ રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું હતું.

Screenshot 6 1

ત્યારે સુરતના ભાગળ ચાર રસ્તા ખાતે થી ગણેશ વિસર્જન ને લઇ શોભાયાત્રાઓ પસાર થઈ હતી. નાની નાની ગણેશજી ની પ્રતિમાઓ વહેલી સવાર થી જ કાઢવામાં આવી હતી. જેમાં 10 દીવસ પૂજન કર્યા બાદ આજે ભક્તો બાપ્પાને વિદાય આપવામાં આવતા ભક્તો પણ ભાવુક બન્યા હતા. ત્યારે ગણેશ વિસર્જન ને લઇ ભાગળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સૂર્યાસ્ત પહેલા વિસર્જન ની પ્રક્રિયા પૂર્ણ કરવા હિન્દૂ સંતો દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

Screenshot 14

આજે શ્રીજી વિસર્જન નો દિવસ ગણેશ ભક્તોએ ઉત્સાહ ઉમંગ સાથે શ્રીજી પ્રતિમાની સ્થાપના કરી અને આજે આનંદ ચૌધરી છે ભારે હૃદય વિદાય કરવાની શહેર માટે રાજમાર્ગ આગળથી પસાર થયા હતા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલભાઈ બિસ્કીટ વાળા દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી ગણેશ ભક્તોને ગણેશ વિસર્જન માટે વહેલા નીકળવાનો આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત પણ એ ઉત્સવ સમિતિના પ્રમુખે પોલીસ ડિપાર્ટમેન્ટ અને એસએમસીના ડિપાર્ટમેન્ટ અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો કે સવારે સાત વાગ્યાથી લઈ અને અત્યારે દસ વાગ્યા સુધી ગણેશ વિસર્જન કરવા માટે લોકો નીકળી પડ્યા હતા એના આભાર વ્યક્ત કર્યો હતો ડુમ્મસના ત્રણ વારામાં 500 થી વધુ મોટી મૂર્તિઓની વિસર્જન થઈ જવા પામે છે ત્યારે 1600 થી વધુ મૂર્તિઓ કુત્રિમ તળાવમાં કરી દેવામાં આવી છે ત્યારે આ જો ગણેશ ભક્તોને એવો આગ્રહ કરવામાં આવી છે કે સાંજે સૂર્યાસ્ત પહેલા શ્રીજી પ્રતિમા વિસર્જન પ્રમાણે કરે તેવી ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળા કરી હતી.

Screenshot 10

આ ઉપરાંત મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે 16 જેટલી ક્રેન થકી કરવામાં આવ્યું હતું. જેમાં 2 ક્રેન સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જેમાં 5 ફૂટ થી મોટી મૂર્તિ નું હજીરા દરિયા ખાતે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ સાથે ડુમ્મસમાં પણ ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે અનાતાર્ગત ફાયરના જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી હતી. જેમાં ફાયરના જવાના બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષે પાણીમાં તણાઈ જવાથી લોકોના મોત નીપજતા હોય છે. જેથી સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા છે

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.