Rajkot:ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ દ્વારા ક્રાઇસ્ટ હ્યુમન લાયબ્રેરીનું 5 મુ ઐતિહાસિક ચેપ્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5,000 થી વધુ વિદ્યાર્થીઓ આ ઈવેન્ટમાં જોડાયા હતા. ત્યારે હ્યુમન લાઇબ્રેરીની વિભાવના, જ્યાં વ્યક્તિઓ તેમની અંગત વાર્તાઓ અને અનુભવોને “માનવ પુસ્તકો” તરીકે શેર કરે છે. તેમજ તેને લોકપ્રિયતા મળી છે. તેમજ ખાસ કરીને ક્રાઇસ્ટ કોલેજ આ પહેલ રજૂ કરનારી સૌરાષ્ટ્રમાં પ્રથમ છે.

આ ઐતિહાસિક સત્રમાં  12 “માનવ પુસ્તકો”, ક્રાઇસ્ટ કોલેજના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ સાથે તેમની મુસાફરી અને આંતરદૃષ્ટિ શેર કરવા પાછા ફર્યા હતા. તેમજ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  જેમણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમજ તેઓ વર્તમાન વિદ્યાર્થી સંગઠન માટે રોલ મોડેલ તરીકે સેવા આપતા  કોલેજના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાયા હતા. તેમજ આ સત્રો સમગ્ર કોલેજ કેમ્પસમાં અલગ-અલગ કુદરતી વાતાવરણમાં યોજાયા હતા, જે શીખવા માટે પ્રેરણાદાયી પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે.

reajkot 2

ક્રાઈસ્ટ કોલેજના ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમ્નાએ રાષ્ટ્રમાં તેમના યોગદાન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં તેમની વાર્તાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમજ તેઓએ કહ્યું હતું કે, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમજ તેમણે મુખ્ય વક્તા નેહા પારેખને વિશેષ પ્રશંસા કરી હતી કે, જેમણે તેમના 2.4 મિલિયન યુટ્યુબ સસ્ક્રાઇબર્સ સાથે આરોગ્યપ્રદ વાનગીઓ શેર કરીને આરોગ્યના ક્ષેત્રમાં નોંધપાત્ર અસર કરી છે. આ સાથે ડો. થોમનનાએ વિદ્યાર્થીઓનો ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ આભાર માન્યો હતો અને કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા સ્ટાફના પ્રયાસોને બિરદાવ્યા હતા. ક્રાઇસ્ટ હ્યુમન લાઇબ્રેરીના વિદ્યાર્થીઓને  શીખવા અને પ્રેરણા માટેનું મૂલ્યવાન પ્લેટફોર્મ બની રહી છે.

rajkot

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.