Rajkot : PCB દ્વારા અલગ અલગ બે વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ફરાર 1 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયાધાર મફતિયાપરા ખાતે ઓરડીમાંથી તેમજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચુનારાવાડ શેરી નંબર 1 ખાતે ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેના કુલ 3 આરોપી અંકિત ઉર્ફે ભોલો સોલંકી, ગુલાબ કાતીયા, અને મનસુખ ઉર્ફે મુન્નો ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. જયારે મહિલા આરોપી મનીષા ઉર્ફે મુન્ની સોલંકી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે. ત્યારે પોલીસે બંને દરોડામાંથી કુલ 247 લીટર દેશી દારૂ, 250 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને દેશી દારૂ બનાવવા ભઠ્ઠીના સાધનો મળી કુલ 60,425નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ડ્રીમ પોઇન્ટ દુકાનમાં પ્રકાશ ઉર્ફે શાહરુખ નારાયણદાશ પ્રતિબંધિત વેપનો જથ્થો પોતાની દુકાનમા રાખી વેંચાણ કરે છે. તેમજ એવી ચોક્કસ બાતમીના આધારે SOG પોલીસ સ્ટાફે દરોડો પાડી દુકાન માલિકની અટકાયત કરી હતી. તેમજ ચેતવણીના સ્ટીકરો વગરનો પ્રતિબંધિત જથ્થો મળી આવતાં દુકાન માલિકની ધરપકડ કરી 7 વેપો રૂપિયા 20 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. તેમજ આરોપી મુંબઈથી વેપો 1500 રૂ. માં લઇ આવી અને અહીં 2500માં વેંચતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.