ગાંધીધામ: નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાનની શરૂઆત ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતાનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો છે. અને લોકોની વિચારસરણી બદલી  આ મિશન કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાનો છે.

વિગતે વાત  કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બર થી ‘સ્વચ્છતા હી સેવા-2024’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જન ભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “સ્વચ્છતા હી સેવા”ના આ અભિયાનમાં જાહેર સ્વચ્છતા-સફાઈ સાથે વરસાદને પરિણામે માર્ગો, ગટરોને થયેલા નુકશાનની મરામત કરીને એન્જીનીયરીંગ અને સેનીટેશનને પણ આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા હતાં.

ગાંધીધામમાં સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આજના પ્રથમ દિવસે ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાયો. ઇન્દોરથી AAS સંસ્થાએ પણ આયોજનમાં ભાગ લીધો હતો અને જનજાગૃતિ ફેલાવવામાં સહાયક બની હતી. શરૂઆતમાં સફાઈ કામદારોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સફાઈ ઝુંબેશની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજના શુભારંભમાં ધવલ આચાર્ય, મોમાયભા ગઢવી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ,ઉપપ્રમુખ દિવ્યા નાથાણી, કારોબારી ચેરમેન એ.કે. સિંહ સહિત નગરપાલિકાના તમામ હોદ્દેદારો કાઉન્સિલરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.